Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ

અમુક વિસ્તારોમા ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ

મહેસાણા :   ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં કેટલાક વિસ્તારોમા ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મહેસાણા જિલ્લામાં સીઝનનો અત્યાર સુધી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે કે 34.90 ટકા વરસાદ પડ્યો છે

(1:23 pm IST)