Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં એક્‍ટિવા સ્‍કુટરમાં સર્જાયેલ સમસ્‍યાનું નિરાકરણ ન આવતા ગ્રાહકે કંટાળીને શોરૂમ પાસે જ સ્‍કુટર સળગાવી દીધુ

વારંવાર રજુઆત કરવા છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા ગ્રાહકનો ગુસ્‍સો સાતમા આસમાને

પ્રાંતિજ: ગુસ્સો હંમેશા વિનાશ નોતરે છે. માણસ ગુસ્સામાં હોય ત્યારે તે કંઇ વિચાર્યા વિના નિર્ણય થઇ શકે છે. ક્યારેક ગુસ્સાના લીધે નુકસાન વેઠવાનો વારો આવે છે. આવો એક કિસ્સો પ્રાંતિજમાંથી સામે આવ્યો છે. પ્રાંતિજના રહીશની એક્ટિવામાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી પરંતુ શો રૂમ દ્વારા તેમની સમસ્યાનું યોગ્ય નિકારણ ન આવતાં કંટાળી એક્ટિવા ચાલકે ગુસ્સે ભરાઇને શો રૂમ આગળ જ એક્ટિવાને આગ ચાંપી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાંતિજના રહેવાસી વિજયભાઇ ભોઇએ પ્રાંતિજના એપ્રોચ રોડ પર આવેલા શો રૂમમાંથી થોડા સમય પહેલાં એક્ટિવા ખરીદી હતી અને તેઓ અહીં સર્વિસ કરાવતા હતા. હમણાં બે-ત્રણ દિવસ પહેલાં તેમણે અહીં શો રૂમમાં એક્ટિવા સર્વિસ માટે મુકી હતી.

જ્યારે તેઓ એક્ટિવાલેવા માટે આવ્યા હતા પરંતુ તેમની એક્ટિવાની યોગ્ય સર્વિસ કરવામાં ન આવી હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે શો રૂમના માલિકને આ આંગે ફરિયાદ કરતાં તેમને યોગ્ય પ્રત્યુતર ન આપ્યો હતો. જેથી વિજયભાઇ ગુસ્સે ભરાયા હતા તેમણે એક્ટિવાને શો રૂમ આગળ જ સળગાવી દીધી. 

આ ઘટનાના પગલે જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. થોડીવારમાં ફાયર ફાઇટરે આવીને એક્ટિવાની આગને ઓલવી હતી. જોકે આ સમગ્ર મામલે શો રૂમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક્ટિવાની યોગ્ય રીતે સર્વિસ કરવામાં આવી હતી.

(5:11 pm IST)