Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં મચ્છરનો ત્રાસ વધતા ડેન્ગ્યુના ચાર કેસ સામે આવ્યા

અરવલ્લી:જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી સુર્યનારાયણે દેખા દિધી નથી જેના કારણે ભેજવાળું વાતાવરણ થઈ ચુકયું છે. સતત ઝરમર - ઝરમર વરસાદ વરસતા જિલ્લામાં વાઈરલ ફિવરના દર્દીઓમાં વધારો થયો છે. જ્યારે બાયડની ખાનગી હોસ્પિટલમાં ચારથી વધુ કેસ નોંધાયા છે.
અરવલ્લી જિલ્લામાં ભેજવાળા વાતાવરણથી વાઈરલ ફિવરના દર્દીઓ વધી રહ્યા છે. જેમાં ઠંડી ચડીને તાવ આવવો ઉપરાંત, શરદી, ઉઘરસથી પણ અનેક લોકો પીડાઈ રહ્યા છે. સતત ઝરમરીયા વરસાદના કારણે અનેક શહેરોમાં સોસાયટીમાં પાસે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થતાં આ સ્થિતિ ઉદ્ભવી છે. દર્દીઓ પ્રાથમિક હોલ સેન્ટરો તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે દોડાદોડ કરી રહ્યા છે.આ અંગે લોકો જણાવી રહ્યા છે કે જવાબદાર તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવે અને જયાં પાણી ભરાયા છે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધયો છે અને જેના કારણે ડેન્ગ્યુએ દેખા દીધી છે.   જેથી દર્દીને પ્લેટલેટ ચડાવામાં આવતા હોય છે.

 

(5:25 pm IST)