Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સુરતના અડાજણ વિસ્તારમાં રસ્તામાં સસરાએ પુત્રવધૂને પરેશાન કરી બીભત્સ માંગણી કરતા ચકચાર

સુરત: શહેરનાપાલ ગૌરવ પથ વિસ્તારમાં રહેતી અમીષા (ઉ.વ. 37 નામ બદલ્યું છે) વર્ષ 20024માં સિલાઇ કામ કરતી હતી ત્યારે કપડા સિવડાવવા આવતી પ્રિયંકા જૈનના ભાઇ જીતેન્દ્ર તખતમલ જૈન સાથે પ્રેમસબંધ બંધાતા ફેબ્રુઆરી 2005 માં ઘરેથી ભાગી જઇ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે લગ્ન કર્યા હતા. જીતેન્દ્રના પરિવારે લગ્નનો સ્વીકાર નહીં કરતા તેઓ અલગ રહેતા હતા અને હાલમાં 12 વર્ષનો પુત્ર છે. દારૂ પીવાની કુટેવ હોવાથી જીતેન્દ્ર મારઝુડ કરી ત્રાસ આપતા અમીષા વર્ષ 2014માં પિયરમાં રહેવા ચાલી ગઇ હતી અને પતિ તથા સાસુ-સસરા વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરીયાદ પણ નોંધાવી હતી. જેથી જીતેન્દ્ર 2015માં મુંબઇ રહેવા ગયો હતો જયાં જેસીકા પંચાલ સાથે લગ્ન કરી લીધા હતા.
દરમિયાનમાં જુલાઇ 2020માં જીતેન્દ્રએ વિડીયો કોલ કરી અર્ધનગ્ન થઇ અમીષાને 500 અને 2000ની નોટ બતાવી આવ મારી પાસે એમ કહી અપશબ્દો ઉચ્ચારી હું તને એટલી બદનામ કરીશ કે તું આપઘાત કરી લેશે એવી ધમકી આપી હતી. ગત માર્ચ મહિનામાં મોપેડ પર જઇ રહેલી અમીષાને એલ.પી. સવાણી રોડ પર કારમાં ઘસી આવેલા સસરા તખતમલ જૈને આંતરી ચલ ગાડી મેં બેઠ, રેપ કયા હોતા હે મે તુજે બતાતા હું, મારો છોકરો તને નહીં રાખે, તું મારી પાસે રહેશે અને ખુશ રાખ તો હું તારા બધા શોખ પુરા કરીશ, મારૂ કોર્ટમાં શું બગાડી દીધું, તું ગમે તે કર અમે કોર્ટમાં હાજર થવાના નથી, પોલીસ અમારા ખિસ્સામમાં છે એમ કહી 12 વર્ષના પુત્રના અપહરણની ધમકી આપી હતી. જેથી અમીષાએ આ અંગે પતિ અને સસરા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

 

(5:33 pm IST)