Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સાણંદ ખાતે આયુર્વેદ અને યોગ દ્વારા મધુમેહ તેમજ અન્ય બિમારીઓના નિવારણ અને સામાન્ય સ્વાસ્થ્ય સુખાકારી માટેની તાલીમ અપાઇ

આયુર્વેદિક સ્વસ્થ જીવનશૈલી દિન ચર્યા - ઋતુ ચર્યા તથા સામાન્ય બિમારીઓ નાં નિયંત્રણ માં ઘરગથ્થું ઉપચાર વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :"નેશનલ આયુષ મિશન" અંતર્ગત નિયામક આયુષ વિભાગ, ગુજરાત રાજય પ્રેરીત અને અમદાવાદ જિલ્લા આયુર્વેદ અધિકારી નાં માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું શિયાવાડા (સાણંદ)નાં મેડિકલ ઓફિસર વૈદ્ય કોમલ‌ કટારા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરના સહયોગથી આયુર્વેદ અને યોગ દ્વારા મધુમેહ(ડાયાબિટીસ) તેમજ અન્ય બિમારીઓ ના નિવારણ અને સામાન્ય સ્વાસ્થ્ય સુખાકારી માટે આશા/એ.એન.એમ બહેનો ની બે દિવસીય તાલીમનું આયોજન તાલુકા હેલ્થ કચેરી સાણંદ ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમ ની શરૂઆત તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ના હસ્તે દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. જેમાં યોગ પ્રાયોગિક અંતર્ગત વિવિધ પ્રકારના યોગાસનો અને પ્રાણાયામ કરાવવામાં આવ્યાં ત્યાર બાદ રિસોર્સ પર્સન દ્વારા પોતાનાં વિષયો પર આયુર્વેદિક સ્વસ્થ જીવનશૈલી દિન ચર્યા - ઋતુ ચર્યા તથા સામાન્ય બિમારીઓ નાં નિયંત્રણ માં ઘરગથ્થું ઉપચાર વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને તાલીમ નાં પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંપૂર્ણ કાર્યક્રમમાં આશા બહેનોએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને નવી જાણકારી આપવા બદલ આયુષ વિભાગ તથા રીસોર્સ પર્સનનો આભાર વ્યક્ત કર્યો હતો.(તસવીર- ચિરાગ પટેલ (સાણંદ)

(6:40 pm IST)