Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

અમદાવાદમાં પરિણીતાએ કુંવારો બોયફ્રેન્ડ રાખ્યો:પ્રેમ સંબધ માટે પોતાના ઘરમાં જ ચોરી કરી : FSLની તપાસમાં ભાંડો ફુટ્યો

બોયફ્રેન્ડના શોખ મોજ પુરા કરવા માટે 92 હજારનો મોબાઈલ ફોન પણ અપાવ્યો

અમદાવાદ :શહેરના વટવા વિસ્તારની એક સોસાયટીમાં ઘરફોડ ચોરી થઈ હતી. આ અંગે ઘરના મોભીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને તપાસ શરૂ કરી હતી. ઘરમાં FSLની મદદ લેવામાં આવી તો ચોરીની જગ્યાની આસપાસ માત્ર ફરિયાદ કરનારની પત્નીના જ ફિંગરપ્રિન્ટ મળ્યા હતા.પહેલા પોલીસને મહિલા પર શંકા ગઈ અને પછી પોલીસે તપાસ શરૂ કરી તો ચોંકાવનારી વિગત સામે આવી છે.

 

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કુંવારો બોયફ્રેન્ડ રાખ્યો હતો. જેને ગિફ્ટ આપવા ઘરમાં ચોરી કરી પણ ચોરી પકડાઈ ગઈ અને ભાંડો ફૂટી ગયો છે. આ વાત અહીંયાંથી અટકતી નથી. પરિણીતાએ ચોરેલો માલ તેની ફોઈના ઘરે રાખવા માટે આપ્યો તો ફોઈનો પણ બોયફ્રેન્ડ હતો. જેને વેપારમાં નુકસાન થતાં તે કિંમતી વસ્તુઓ તેને આપી દીધી હતી. પારિવારીક સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે.

હવે આ કેસમાં પોલીસે ફરિયાદીની પત્નીની ઉલટ તપાસ કરી અને સાયન્ટિફિક પૂરાવા શોધવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પરિણીતા રમીલા (નામ બદેલલું છે)ના એક કુંવારા યુવક સાથે સબંધ સામે આવ્યા હતા. બોયફ્રેન્ડને રિઝવવા માટે તેને મોંઘીદાટ ગિફ્ટ આપવા માટે રમીલા ઘરમાંથી ચોરી કરીને તેની ફોઈના ઘરે ચોરીનો મુદ્દામાલ મૂકી આવતી હતી.

 

પોલીસે બંને મહિલાની પૂછપરછ કરતા ઘરમાં ચોરી કરીને તેના બોયફ્રેન્ડને 92 હજારનો મોબાઈલ પણ અપાવ્યો હતો. પણ બીજા મુદ્દામાલની રિક્વરી કરવા માટે પોલીસ મથી રહી હતી, ત્યારે પોલીસને રમીલાની ફોઈ રશ્મીની પૂછપરછ કરી હતી અને હવે જે તથ્ય સામે આવ્યું એ પોલીસ માટે વધુ આચકાં સમાન હતું. રમીલા જે ચોરીનો મુદ્દામાલ રશ્મીના ઘરે રાખતી હતી. તે રશ્મીએ તેના બોયફ્રેન્ડને આપી દીધું હતું.

રશ્મીના બોયફ્રેન્ડને પણ વેપારમાં નુકસાન થયું હતું. જેથી આ કિંમતી વસ્તુઓ તેણે તેને આપી દીધી હતી અને રમીલાના ઘરમાંથી ચોરાયેલો 8 લાખથી વધુના મુદ્દામાલની કડી પોલીસને મળી ગઈ છે. પોલીસે હાલ બંને મહિલાઓને પકડીને મુદ્દામાલ રિક્વર કરવા માટે તેમના બોયફ્રેન્ડ સુધી તપાસ વધારી છે

(7:36 pm IST)