Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સુરતમાં હવે અંતિમ વિધિનો ખર્ચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉઠાવવા નિર્ણય

અગાઉ થોડા સમય પહેલા બારડોલી તાલુકા માં અંતિમ સંસ્કાર કરવા પ્રશ્ને મૃતક પરિવાર તથા સ્મશાન ગૃહ સંચાલકો વચ્ચે પૈસા પ્રશ્ને ઘર્ષણ થતા વિશ્વ હિન્દુ પરિષદ નો આવકાર દાયક નિર્ણય

સુરત: ગરીબ, ખેતમજુર, આદિવાસી અને દલિત જેવા તમામ પરિવારોમાં કોઈ સભ્યનું મુર્ત્યું થયા બાદ કેટલીક વખત અંતિમ સંસ્કાર (Funeral) કરવા બાબતે વર્ગ વિગ્રહ અને ઘર્ષણની ઘટના બનતી હોય છે. હાલમાં જ સુરતના બારડોલી તાલુકાના એના ગામમાં આવી જ ઘટના બની હતી. જેમાં અંતિમ સંસ્કાર (Funeral) માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી આ પ્રકારનો વિવાદ બીજી વખત ન થાય તે માટે મૃતદેહના અંતિમ સંસ્કાર (Funeral) કરવા માટે ની સંપૂર્ણ જવાબદારી વિશ્વ હિન્દૂ પરિષદ (Surat VHP) દ્વારા લેવામાં આવી છે.

અંતિમ સંસ્કાર (Funeral) માટે રૂપિયા માંગવામાં આવે અને તેને લઈને હિન્દૂ સમાજના જ લોકો વચ્ચે અણબનાવ અને વર્ગવિગ્રહ જેવી સ્થિતિનું નિર્માણ અનેક વખત થઈ ચૂક્યું છે.

હાલમાં જ સુરત જિલ્લાના એના ગામના હળપતિ સમાજના મોહનકુમાર રાઠોડનું મોત નીપજ્યું હતું.

તેમની અંતિમ વિધિ (Funeral)કરવા સ્મશાનગૃહના વહિવટકર્તાઓ દ્વારા રૂપિયા માંગવામાં આવ્યા હતાં.

નિયત કરેલી ફી ભરવા પૂરતા પૈસા ન હોવાને કારણે સ્મશાનગૃહ ચલાવતા યુવક મંડળના સભ્યો સાથે હળપતિ સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

ત્યારબાદ મોહનકુમાર રાઠોડના પુત્ર અને પરીવારના અન્ય સભ્યો તેમના પિતાના મૃતદેહનો મુખ્ય માર્ગ પર અંતિમ સંસ્કાર (Funeral)કર્યું હતુ

તે પછી ગામના સભ્યો વચ્ચે તણાવ સર્જાયો હતો.

પિતાના અંતિમ સંસ્કારમાં થયેલી માથાકૂટને પગલે મોહનકુમારના પુત્રએ સ્મશાનગૃહ ચલાવતા યુવક મંડળની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.

ત્યારબાદ પોલીસે જાહેર સ્થળે મૃતદેહના અંતિમ સંસ્કાર (Funeral) કરવા માટેનો ગુનો પણ નોંધ્યો હતો.

ત્યારે આવા વર્ગ વિગ્રહ અને ઘર્ષણ ન થાય તે માટે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટેની સંપૂર્ણ જવાબદારી હવે વિશ્વ હિન્દૂ પરિષદે (Surat VHP) લીધી છે.

વિશ્વ હિન્દુ પરિષદ (Surat VHP)ના નેતા દિનેશભાઇ નવાડીયાએ જણાવ્યું છે કે,

એના ગામ જેવી ઘટના ફરીથી ન બને અને હિન્દૂ સમાજમાં એકતા બની રહે તે માટે ગરીબ, ખેતમજુર, આદિવાસી,

દલિત જેવા તમામ પરિવારોનો અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ વિશ્વ હિન્દૂ પરિષદ (Surat VHP) ઉપાડશે.

હિન્દૂ મૃતદેહના અંતિમ સંસ્કાર (Funeral)માં ખર્ચ બાબતે કોઈ પણ આગવડતા ઉભી થાય છે

તો તે લોકો સુરત વિશ્વ હિન્દૂ પરિષદ (Surat VHP) કાર્યાલયનો સંપર્ક કરી શકે છે.

(9:46 pm IST)