Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અમદાવાદના હાથીજણ વિસ્‍તારમાં આવેલ દિલ્‍હી પબ્‍લિક સ્‍કુલની નકલી એન.ઓ.સી. રજુ કરવાના કેસમાં તત્‍કાલીન ટ્રસ્‍ટી હિતેન વસંતની આગોતરા જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુરઃ કોર્ટની પરવાનગી વિના આરોપીને દેશ છોડવાની મનાઇ

અમદાવાદઃ અહીંના હાથીજણ વિસ્‍તારમાં આવેલ દિલ્‍હી પબ્‍લિક સ્‍કુલની નકલી એન.ઓ.સી. રજુ કરવાના કેસમાં તત્‍કાલીન મેમ્‍બર ટ્રસ્‍ટી હિતેન વસંતની આગોતરા જામીન અરજી, ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. કોર્ટે તેની પરવાનગી વિના આરોપીને દેશ છોડવા મનાઇ ફરમાવી છે.

તેમની રજૂઆત હતી કે સહઆરોપીઓ મંજુલા શ્રોફ અને અનીતા દુઆને પણ આગોતરા જામીન મળી ચૂત્યા હોવાથી તેમની અરજી મંજૂર થવી જોઇએ.

આગોતરા જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે કેસના સહઆરોપીઓને જામીન મળી ચૂક્યા છે. હાલતના તબક્કે પોલીસ કસ્ટડીમાં પૂછપરછની જરૃર નથી અને તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે.

જેની સામે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે કેસની ગંભીરતા જોતાં આ અરજી મંજૂર થવી તપાસ માટે હિતાવહ નથી. બન્ને પક્ષોને સાંભળી કોર્ટે રુપિયા ૨૫ હજારના બોન્ડ પર જામીન અરજી મંજૂર કરી છે સાથે આદેશ આપ્યો છે કેકોર્ટની પરવાનગી વિના આરોપી દેશ છોડી શકશે નહીં

અગાઉ 27 જુલાઇએ  હાઇકોર્ટે આ કેસમાં કેલોરેક્સ (Kelorex Group) ગ્રુપનાં ચેરમેન અને એમ.ડી. મંજુલા પૂજા શ્રોફ (Manjula Pooja Shroff )નાં આગોતરા જામીન મંજૂર કરી દીધા. મંજુલા શ્રોફ તરફથી રજૂઆત કરવામાં આવી હતી

ફરિયાદમાં નોંધાયેલી કલમો પ્રમાણે તપાસ માટે તેમની પોલીસ કસ્ટડીમાં હાજરી જરુરી નથી. ત્યારે સહઆરોપી અને તત્કાલિન ટ્રસ્ટી સભ્ય હિતેન વસંત અને પ્રિન્સિપાલ અનીતા દુઆની આગોતરા જામીન અરજી હજુ પડતર હતી.

મંજુલા શ્રોફના વકીલે સવાલ ઉઠાવ્યા હતા

અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે CBSEએ વર્ષ 2010ની રાજ્ય સરકારની NOCના આધારે શાળાને જોડાણ આપ્યું નથી. ઉપરાંત પોલીસ ફરિયાદમાં પણ એવો સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો નથી કે અરજદારે મંજૂરી માટેના દસ્તાવેજોમાં ફોર્જરી કરી છે એટલે કે નકલી દસ્તાવેજો બનાવ્યા છે. બોર્ડે શાળાને વર્ષ 2012માં માન્યતા આપી હતી તેથી સ્વભાવિક છે કે મંજૂરી અંગેના દસ્તાવેજોની નકલ રાજ્ય સરકારને પણ આપવામાં આવી હોય. જો આ વિવાદ મંજૂરી અને જોડાણ અંગેનો જ હોય તો અત્યાર સુધી સરકારે CBSEનું ધ્યાન શા માટે ન દોર્યુ. રાજ્ય સરકારે વર્ષ 2012થી 2019 દરમિયાન કોઇ કાર્યવાહી શા માટે ન કરી

મંજૂલા શ્રોફને બે વખત ધરપકડ કરવામાંથી મૂક્તિ હતી

અગાઉ હાઇકોર્ટે માર્ચમાં મંજૂલા શ્રોફ અને બંને સહઆરોપીઓ ભૂતપૂર્વ ટ્રસ્ટી અને પૂર્વ આચાર્યા અનીતા દુઆની ધરપકડ નહી કરવા વિવેકાનંદ પોલીસને આદેશ કર્યો હતો. ત્યાર બાદ 12 જૂને વીડિયો કોન્ફ્રન્સિંગથી આ કેસની સુનાવણી વખતે પણ હાઇકોર્ટે 27 જુલાઇ સુધી આરોપીઓને ધરપકડમાં રાહત આપી હતી.

જ્યારે ગત વર્ષે ડિસેમ્બરમાં  મંજુલા પૂજા શ્રોફ,હિતેન વસંત અને પ્રિન્સિપાલ અનીતા દુઆની ધરપકડ ના કરવા ગ્રામ્ય કોર્ટે આદેશ આપ્યો હતો. ત્યારેે મંજુલા શ્રોફ અને હિતેન વસંતે ધરપકડના ડરથી આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી.

હાથીજણ વિસ્તારમાં આવેલી DPS ઇસ્ટ સ્કૂલની પરવાનગી માટે CBSEમાં બનાવટી NOC રજૂ કરવા મામલે અમદાવાદના ગ્રામ્ય જીલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ ફાઉન્ડેશનના ચેરમેન અને એમ.ડી. મંજુલા પૂજા શ્રોફ તેમજ તત્કાલિન ટ્રસ્ટી હિતેન વસંત, પ્રિન્સિપલ અનિતા દુઆ સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલે ધરપકડથી બચવા માટે આરોપીઓએ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટમાં પોલીસે જવાબ રજૂ કરવા માટે વધુ સમયની માગણી કરી હતી, જેને કારણે આરોપીઓએ વચગાળાની રાહત આપવા કહ્યું હતું. કોર્ટે આદેશ કર્યો કે પોલીસ જ્યાં સુધી આ કેસમાં સોગંદનામા સ્વરૂપે જવાબ રજૂ ના કરે ત્યાર સુધી આરોપીની ધરપકડ ના કરવામાં આવે.

DPS સ્કૂલ સરકાર હસ્તક લેવાઇ હતી

DPS ઇસ્ટ સ્કૂલની માન્યતા ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવતા રદ કરી દેવામાં આવી હતી પરંતુ. વાલીઓએ પોતાના બાળકોનું ભવિષ્ય ના બગડે તે માટે સ્કૂલને ચાલુ રાખવા દેખાવ કર્યા હતા અને સરકારને વિનંતી કરી હતી. સરકારે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા સત્ર પૂર્ણ ના થાય ત્યાર સુધી આ સ્કૂલને સરકાર હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. CBSE800થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે સ્કૂલ ફરી ચાલુ કરવા નિર્ણય લીધો હતો.

29 નવેમ્બર 2019માં શૈક્ષણિક વિભાગે કોસ નોંધ્યો હતો

આ મામલે શૈક્ષિક વિભાગે 29 નવેમ્બર 2019ના રોજ મંજુલા શ્રોફ અને અન્ય બે આરોપીઓ સામે હાથીજણની દિલ્હી પબ્લિક સ્કૂલની મંજૂરી માટે CBSE સમક્ષ નકલી NOC રજૂ કર્યું હતું.

(11:23 pm IST)