Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સૌરાષ્ટ્રના ફોફળ-૧ જળાશય માટે ૮૩ કરોડ રૂપિયાની પાઇપ લાઇનના કામોને મંજૂરી આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

૮ ગામોના ૧૦ હજાર એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનશે : જામકંડોરણા અને ધોરાજીના બાવન ગામોની ૧ લાખ ૮૦ હજાર જનસંખ્યાને પીવાના પાણીનો લાભ

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના ધોરાજી અને તેની આસપાસના વિસ્તારોના ગામોને પીવાના પાણીની અને સિંચાઇની કાયમી સુવિધાઓ આપવાના ઉદાત્ત ભાવ સાથે ફોફળ-૧ જળાશય માટે ૮૩ કરોડ રૂપિયાની પાઇપ લાઇનના કામોને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ પાઇપ લાઇન લંબાવવા માટેના કામોને મંજૂરી આપી છે તેના પરિણામે ફોફળ-૧ ડેમમાં પાણી સરળતાએ મળતું થશે અને ૮ ગામોના ૧૦ હજાર એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનશે. એટલું જ નહિ, જામકંડોરણા અને ધોરાજીના બાવન ગામોની ૧ લાખ ૮૦ હજાર જનસંખ્યાને પીવાનું પાણી મળશે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ વિસ્તારના જનપ્રતિનિધિ અને અન્ન નાગરિક પૂરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાએ ફોફળ-ર જળાશયની નીચેના વિસ્તારની પાઇપ લાઇનની લંબાઇ વધારીને ફોફળ-૧ જળાશયમાં પાણી ભરવાની કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીશ્રીએ સાનુકૂળ પ્રતિસાદ આપી આ ૮૩ કરોડ રૂપિયાની આ યોજના મંજૂર કરી છે.

(9:18 pm IST)