Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

નવસારી ૩.૫, જલાલપોર, ચીખલી અને સુરતમાં ૩ ઈંચ

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજયના ૧૪૨ તાલુકાઓમાં મેઘમહેર

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ૨૯ : ઓગાસ્ટ માસના અંતિમ દિવસો માં મેઘરાજા નરમ પડ્યા બાદ ફરી સક્રિય બન્યા નુ જણાય છે.

હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાક મા રાજય ના ૧૪૨ તાલુકા મા ઝરમર થી ૮૪ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.

ફ્લડ કન્ટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક મા નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો.

નવસારી ૮૪ મિમી, જલાલપોર ૭૩ મીમી, ચીખલી ૭૧ મીમી, સુરત સીટી ૭૦ મીમી, ઉચ્છલ ૬૭ મીમી, ચૌરશી ૬૨ મીમી, કામરેજ ૫૯ મીમી, મહુવા ૫૭ મીમી, ધરમપુર ૫૬ મીમી અને વાપી ૫૩ મીમી વરસાદ નોંધાયેલ છે.

પારડી ૪૬ મીમી, ગણદેવી ૪૫ મીમી, ભુજ ૪૨ મીમી, રાણપુર ૩૮ મીમી, ખેરગામ ૩૬ મીમી, બારડોલી ૩૪ મીમી, વાલોડ અને લખપત ૩૨ મીમી, પલસાણા ૩૧ મીમી, લીમખેડા ૩૦ મીમી, વલસાડ ૨૭ મીમી અને બાયડ ૨૫ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજય ના ૧૦૭ તાલુકામા ૧મીમીથી ૨૪ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે.

(1:11 pm IST)