Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

પરંપરાગત રમતોમાં શારીરીક ક્ષમતા વધે જ્યારે ઇન્ટરનેટની રમતો તો જીવલેણ બની

મોબાઇલના યુગમાં વિસરાઇ રહી છે આપણી પરંપરાગત રમતો

સુરત,તા. ૨૯: કેટલાય સંગીતમય સ્લોંગનો સાથે રમાતી પરંપરાગત રમતોના દિવસો હવે પુરા થયા છે. મોબાઇલના આ યુગમાં મોટા ભાગના બાળકો અમુક રમતોના નામ પણ નથી જાણતા. દરેક ગલી-મહોલ્લામાં દરેક વર્ગના લોકપ્રિય એવી ગીલ્લી -દંડાની રમત પણ શહેરોમાં સાંકડી જગ્યાઓના કારણે લુપ્ત થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રમત હોકીના મહાન ખેલાડીઓને જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના જન્મદિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવાય છે. રાષ્ટ્રીય ખેલ દિવસના આ પર્વ પર પત્રિકાએ વાંચકો સાથે વાત કરી તો લોકોએ મનનો ઉભરો ઠાલવ્યો. મોટા ભાગનાઓનું કહેવું હતું કે, પરંપરાગત રમતોમાં શારિરિક ક્ષમતા વધતી હતી. જ્યારે ઇન્ટરનેટની રમતો જીવલેણ બની ગઇ છે.

રમત ગમત વિભાગની ઉપેક્ષા અને ઉદાસિનતાના કારણે પરંપરાગત રમતોમાં બાળકોની રૂચિ ખતમ થતી જાય છે. શાળાઓમાં પણ આ રમતોને કોઇ મહત્વ નથી આપવામાં આવતુ. આ રમતોમાં ભાગ લેનારાઓએ પોતાની શકિત અને શૌર્યની સાથે સ્ફૂર્તિ પણ બતાવવી પડે છે. હવે ગ્રામીણ લોકોની મુખ્ય રમતો પણ ધીમે ધીમે તેમની દિનચર્ચામાંથી નિકળી ગઇ છે. મોબાઇલ, ટીવી અને ઇન્ટરનેટે શારિરિક રમતોને પાછળ છોડી દીધી છે.

(2:36 pm IST)