Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

RTE હેઠળ પ્રર્વેશ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : સિંગલ ગર્લ ચાઈલ્ડ સર્ટિફિકેટ માટે કુલ ૨૪૩ અરજીઓ : ૨૨૯ સર્ટીફિકેટ ઇસ્યુ

રાજકોટ,તા. ૨૯: ગુજરાત સરકારશ્રી દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫  મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે,ઙ્ગજે અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા http://rte.orpgujarat.com/ વેબપોર્ટલથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

જેમાં કુલઙ્ગ–ઙ્ગ૧૩ કેટેગરીના બાળકોનેઙ્ગRTE હેઠળ પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાએ સિંગલ ગર્લ ચાઈલ્ડ ધરાવતા અને એ અંગેનું સર્ટિફિકેટ મેળવવા ઇચ્છુક અને તે માટેની પાત્રતા ધરાવતા વાલીઓ દ્વારા તા.૨૯-૮-૨૦૨૦ ના રોજ શનિવારે બપોરે ૧.૩૦ વાગ્યા સુધીમાં કુલ ૩૪૩ અરજીઓ રજુ કરવામાં આવી હતી જેમાંથી ૨૨૯ સર્ટીફીકેટ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. જયારે બાકીની અરજીઓની પ્રોસેસ આજ સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરી આપવામાં આવશે. આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મૂદતનો આજે તા. ૨૯-૮-૨૦૨૦ના રોજ રાત્રે ૧૨.૦૦ વાગ્યે પુરી થઈ રહી છે. આ બાબત ધ્યાને લઇ મનપા દ્વારા બપોરે ૨.૦૦ વાગ્યા સુધી અરજી સ્વીકારી સાંજ સુધીમાં પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની કામગીરીને પ્રાધન્ય આપવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલના આદેશ અને માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર શ્રી બી.જી.પ્રજાપતિ અને સહાયક કમિશનર શ્રી રવિન્દ્રસિંહ એન. ચુડાસમાએ આ અંગે સમગ્ર વ્યવસ્થા અને સંકલન ગોઠવેલ છે.

(3:45 pm IST)