Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

એસેસમેન્ટ માટે કરદાતાને સેન્ટ્રલમાંથી જ નોટિસ મળશે

અમદાવાદ, તા.ર૯ : ઇન્કમટેકસ વિભાગ દ્વારા હંમેશા કરદાતાઓ માટે સુવિધાજનક સુધારા થતા રહે છે. નવા નિયમ મુજબ હવે એસેસમેન્ટની આખી પ્રક્રિયા કુલ ચાર વિભાગમાં થશે, જેમાં ફેસલેસ એસેસમેન્ટમાં કરદાતાને ઓનલાઇન સિસ્ટમ થકી સેન્ટ્રલમાંથી જ નોટિસ મળશે અને તેનો સેન્ટ્રલમાં જ જવાબ આપવાનો રહેશે.  ફેસલેસ એસેસમેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ કુલ ચાર ટીમ બનાવવામાં આવી છે જે મુજબ સેન્ટ્રલ ઝોનમાંથી કરદાતાને નોટિસ આવશે. કરદાતા તરફથી એનો જવાબ આવ્યા બાદ વેરિફિકેશનમાં મોકલાશે અને તેનું એસેસમેન્ટ કરાશે. ત્યાર બાદ એક અધિકારીની ટીમ ઓર્ડર ઇશ્યુ કરશે, જેની તપાસ રિવ્યુની ટીમ કરશે. ટેકસ કન્સલ્ટન્ટના મતે અત્યારે જે ઓનલાઇન સિસ્ટમ છે તેમાં પણ નિયમિત મેઇલ મળતા નથી કરેલા મેઇલની જાણકારી મળે તે માટે એક વ્યવસ્થા ગોઠવવી જોઇએ. અત્યારે એસેસમેન્ટની જે પદ્ધતિ ચાલે છે તેમાં કોમ્યુનિકેશનનો અભાવ રહી જાય છે. ફેસલેસ એસેમેન્ટના કારણે જે કેસની પતાવટ માટે વહીવટી સિસ્ટમની ફરીયાદો થતી હતી તે હવે બંધ થઇ જશે. નવી ફેસલેસ સિસ્ટમમાં એસેસમેન્ટ કરનાર અધિકારી કોણ છે તેની ખબર જ નહીં પડે.

(3:45 pm IST)