Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ખેડાની શેઢી નદીએ એક યુવકનો જીવ લીધો

ખેડાની શેઢી નદીમાં ભરપૂર પાણી આવ્યું છે. ત્યારે કેટલાક સ્થાનિક યુવકો સાત દિવસની ગણપતિ સ્થાપના બાદ વિસર્જન કરવા નદીમાં આવ્યા હતા. અચાનક ચાર યુવકો નદીના પ્રવાહમાં તણાયા હતા. યુવકો જયારે નદીમાં ઉતર્યા ત્યારે પાણી વધુ ન હતું. પરંતુ અચાનક જ ચાર યુવકો ડૂબવા લાગ્યા હતા. સમગ્ર નદી વિસ્તારમાં ચીચીયારીઓ અને આક્રંદના અવાજ આવવા લાગ્યા હતા. જોકે, વિસર્જન કરી રહેલા અન્ય યુવકોની સતર્કતાથી ત્રણ યુવાનો બચી ગયા હતા. પરંતુ એક અલ્પેશ ચાવડા નામનો ૩૦ વર્ષનો યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

(5:27 pm IST)