Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ વિરમગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૬૪ લોકોએ રક્તદાન કર્યુ

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ અને અખિલ ભારતીય માથુર વૈસ્ય મહાસભા, વેદાંતા લીમીટેડ, ક્રેઇન ઓઇલ એન્ડ ગેસના સંયુક્ત ઉપક્રમે ડોનેશન કેમ્પ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : લાયન્સ ક્લબ ઓફ વિરમગામ અને અખિલ ભારતીય માથુર વૈસ્ય મહાસભા,વિરમગામ, વેદાંતા લીમીટેડ, ક્રેઇન ઓઇલ એન્ડ ગેસના સંયુક્ત ઉપક્રમે શનિવારે લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ, વિરમગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાક્તદાન કેમ્પમાં ૨૦૮ લોકો રક્તદાન કરવા માટે પહોચ્યા હતા જેમાંથી ૧૬૪ લોકોએ રક્તદાન કર્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા વર્ષો થી લાયન્સ ક્લબ ઓફ વિરમગામ અને રેડક્રોસના ઉપક્રમે વિરમગામ ખાતે જ બ્લડ સ્ટોરેજ યુનિટ કાર્યરત છે જેમાંથી વિરમગામમા જરૂરિયાત વાળા દર્દીઓ ને તાત્કાલિક બ્લડ પૂરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ હાલના લોકડાઉન અને કોરોનાની પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં બ્લડની અછત વર્તાઈ રહી છે તે મુજબ હાલમાં વિરમગામની જરૂરિયાત મુજબનું બ્લડ દર્દીઓને પૂરું પાડવામાં તકલીફ પડી રહી છે. તો આ બ્લડ ડોનેશન કેમ્પમાં જેટલી બોટલો એકઠી થઇ તે મુજબ આપણે અહીં લોકલ વિરમગામ જ બ્લડ સ્ટોરેજ યુનિટ હોવાથી વિરમગામના દર્દીઓને જ બ્લડ આપી રાહત પહોંચાડી શકીશું તેમ લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ મુર્તુઝા પટેલે જણાવ્યું હતું.

(5:34 pm IST)