Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

નર્મદા પોલીસે લોકડાઉન ના પાંચ મહિના માં જાહેરનામા ભંગ ના ૧૪૪૩ કેસ કરી ૨૧.૨૧ લાખનો દંડ વસુલ કર્યો

માર્ચ મહિના થી અત્યારસુધી માં કુલ-૨૭૨૫ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી, ૨૭૭૪ વાહનો પણ ડિટેઇન કર્યા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં માં કોરોના ના કેસ વધી રહયા છે જે જીલ્લા ની પ્રજા માટે ચિંતાજનક બાબત છે ત્યારે જાહેરનામા સહિત સરકાર ની ગાઈડલાઈન મુજબ માસ્ક,સોસીયલ ડિસ્ટનસ સહિત ના નિયમો લાગુ હોવા છતાં લોકો જાણે કોઈજ પરવાહ કર્યા વિના કાયદા નો ભંગ કરતા હોય એ સૌ માટે જોખમી પણ છે ત્યારે નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ની કડક સૂચના મુજબ જિલ્લા ના દરેક પો.સ્ટે.માં આ બાબતે કાયદાનો કડક અમલ થતા ગત માર્ચ મહિના થી અત્યારસુધી ના પાંચ મહિનાઓ માં પોલીસે જાહેરનામાં નો ભંગ કરનારા કુલ-૧૪૪૩ કેસ કરી ૨૭૨૫ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેમની પાસે થી રૂ.૨૧,૨૧,૧૦૦/- નો દંડ વસુલ કર્યો છે અને કુલ- ૨૭૭૪ વાહનો પણ ડિટેઇન કર્યા હતા.

   હાલ માં પણ જાહેરનામું લાગુ હોવા છતાં કાયદાનું પાલન ન કરી જાહેરનામા નો ભંગ કરતા લોકો વિરુદ્ધ હજુ પણ ગુનો દાખલ થઈ જ રહ્યો છે.નર્મદા પોલીસ કાયદાના પાલન માટે કડક કાર્યવાહી કરી લાખોનો દંડ વસુલ કરે છે છતાં પોતાના અને અન્યો ના સ્વાસ્થ્ય બાબતે પણ હજુ લોકોમાં જાગૃતિ આવતી નથી તેમ જોવા મળી રહ્યું છે. જો આમજ લોકો લાપરવાહ બની કાયદાનો અમલ નહિ કરે તો આવનારા દિવસો માં કોરોના સંક્રમણ હજુ વધશે માટે સાવચેતી અને સલામતી રાખવી જરૂરી છે.

(5:58 pm IST)