Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ગણપતિ વિસર્જન દરમ્યાન થયેલ તકરારમાં સામસામે તીક્ષ્ણ હથિયારથી હુમલો થતા બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી તકરારમાં સામસામે તીક્ષ્ણ હથિયારથી હુમલો થતાં બે યુવકોને ઇજા થઇ હતી.

સયાજીગંજ જય ભવાની નગરમાં રહેતા હરીશ કાસ્ટે પરશુરામ ભઠ્ઠામાંથીબાઈક પર પસાર થઇ રહ્યા હતા ત્યારે ગણપતિ વિસર્જન ના પ્રસંગે કેટલાક યુવકો સ્પીકર વગાડી ડાન્સ કરી રહ્યા હતા.

વખતે પ્રતીક પાલડે નામના યુવકે હરીશને અહીંથી બાઈક પર નહીં જવા માટે કહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ ચાકુ અને હથોડી વડે સામસામે હુમલા થતા પ્રતીકના મિત્ર નયન પરમાર તેમજ સામે પક્ષે હરીશ ને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(6:04 pm IST)