Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વડોદરાના કમાટીબાગ નજીકની સોસાયટીમાં દબાણ દૂર કરવા ગયેલ કોર્પોરેશનનો વિડીયો મહિલા ઉતાર્યો હોવાનો વ્હેમ રાખી પથ્થરમારો થતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના કમાટીબાગ પાસેની સોસાયટીમાં કોર્પોરેશને આજે દબાણ દૂર કરતાં તેનો વીડિઓ ઉતારવાનો આરોપ મુકી મહિલાના ફ્લેટ પર પથ્થરમારો થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બાલભવન પાસે શ્રીજી શિલ ફ્લેટમાં રહેતા રૃપાંગીબેન પારેખે પોલીસને કહ્યું છે કે,આજે બપોરે કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા અમારી સામે શિલ રેસિડેન્સીની કમ્પાઉન્ડ વોલ તોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે હું મારા ફ્લેટની બારી પર મોબાઇલ મુકી બાથરૃમ સાફ કરી રહી હતી.

વખતે બપોરે પોણા એક વાગ્યાના અરસામાં સમીર અને તેના પિતા દિપકભાઇએ વીડિઓ કેમ ઉતારો છો તેમ કહી તકરાર કરી હતી.ત્યારબાદ બંનેએ પથ્થરમારો કર્યો હતો.જો કે તેમાં કોઇને ઇજા થઇ નથી.

(6:05 pm IST)