Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વડોદરામાં મોપેડ પર જતી મહિલા સ્લીપ થઇ જતા ઘટનાસ્થળેજ મૃત્યુ નિપજતા અરેરાટી

વડોદરા: શહેરમાં સવારે વાગ્યે ઘરેથી નીકળી નોકરી પર જતી મહિલાનું મોપેડ તરસાલી આઇટીઆઇથી બરોડા ડેરી તરફ જવાના રોડ પર સ્લીપ થઇ જતા મહિલાનું મોત નિપજ્યું હતું. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તરસાલી વિશાલનગરમાં  રહેતા ધર્મેશ કેશવલાલ રાજપૂત અલકાપુરીમાં જવેલર્સના શોરૃમમાં નોકરી કરે છેતેમની પત્ની ભારતીબેન યશ ફેસીલીટીમાં નોકરી કરે છે અને કંપની તરફથી એલેમ્બિક સ્કૂલમાં હાઉસ કિપીંગના સુપરવાઇઝરનું કામ કરતા હતા. આજે સવારે વાગ્યે તેમના પત્ની મોપેડ લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તરસાલી આઇટીઆઇથી બરોડા ડેરી તરફ જતા રોડના વળાંક પર તેમનું મોપેડ સ્લીપ થઇ જતા તેઓ ડિવાઇડર સાથે અથડાયા હતાજેના કારણે તેમને માથામાં ગંભીર ઇજા  પહોંચતા સૌપ્રથમ સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. પરંતુ ભારતીબેનનું મોત થયુ હતું

(6:05 pm IST)