Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વડોદરા: શાળાની બેગમાં દારૂની બોટલો લઇ જતા કેરિયરને વાડી પોલીસે સોમાતળાવ નજીકથી ઝડપી પાડ્યો: બે વિરુદ્ધ શોધખોળ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરમાં સ્કૂલ બેગમાં વિદેશી દારૃની બોટલો લઇને જતા કેરિયરને વાડી પોલીસે સોમાતળાવ પાસેથી ઝડપી પાડયો છે. દારૃ વેચનાર અને મંગાવનાર બે આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

વાડી પોલીસનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સોમાતળાવ ચાર રસ્તા પાસેથી એક યુવક ખભે સ્કૂલબેગ ભેરવીને જતો હતો. યુવકની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા સ્કૂલ બેગમાંથી વિદેશી દારૃની ૧૨ બોટલ (કિંમત રૃપિયા ૬૩૦૦) મળી આવ્યા હતા. જેની પોલીસે આરોપી અરૃણ હરેશભાઇ રાઠવા (રહે. ભવાનીનગર મકરપુરા) ની પ્રાથમિક પૂછપરછ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, દારૃની બોટલો ચોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામે રહેતા જેદુ રાઠવા પાસેથી તે લાવ્યો હતો અને નાગરવાડા નવીધરતીમાં રહેતા રાજેશ દયાનંદ રાણાને આપવાની હતી.

(6:07 pm IST)