Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કલોલના સાંતેજ ગામમાં પોલીસે વિદેશી દારૂની 24 બોટલો ઝડપી 1.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો

કલોલ:સાંતેજ ગામમાંથી પોલીસે વિદેશીદારૂની ૨૪ બોટલ પકડી પાડી હતી. જો કે બુટલેગર ભાગી છુટયો હતો. ત્યારે કલોલ પોલીસે પણ દેશીદારૂનો જથ્થો અને રીક્ષા મળી કુલ .૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ કલોલ તાલુકા પોલીસે પણ કારમાંથી વિદેશીદારૂની સાત બોટલ અને કાર મળી કુલ .૫૯ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી કરી હતી.

કલોલની હદમાં આવેલા ત્રણ સ્થળોએ પોલીસે દરોડો કરી દેશી અને વિદેશીદારૂનો જથ્થો પકડી પાડયો હતો. જેમાં સાંતેજ પોલીસે બાતમીને આધારે સાંતેજ ગામમાં દરોડો કરી વિષ્ણુજી ઉર્ફે બોળીયો બૂધાજી ઠાકોરના ઘરે દરોડો કરી વિદેશીદારૂની ૨૪ નંગ બોટલ કિંમત રૂપિયા ૭૨૦૦ નો જથ્થો પકડી પાડયો હતો. જો કે પોલીસના દરોડામાં બુટલેગર વિષ્ણુજી નાસી છૂટયો હતો. જેથી પોલીસે કેસમાં તેને વોન્ટેડ બતાવ્યો હતો. ત્યારે કલોલ શહેર પોલીસે પણ બાતમીને આધારે ગાયત્રી મંદિર રોડ પાસેથી જતી રીક્ષા નં.જી.જે.૦૧.ટી એફ.૪૯૫૧ને અટકાવી તલાશી લેતાં તેમાંથી આઠ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષા ચાલક લાલાભાઇ જુગનુંભાઇ નીમજે રહે.૩૨ કવાટર છાપરામાંનાઓની ધરપકડ કરી રીક્ષા અને દારૂ સહિત કુલ રૂપિયા ૧૩૦૧૬૦ નો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે. ત્રીજા દરોડામાં કલોલ તાલુકા પોલીસે બાતમીને આધારે છત્રાલ હાઇવેના સર્વિસ રોડ પરથી સ્વીફ્ટ ડીઝાયર કાર નં.ડી.એન.૦૯.કે.૨૮૪૮ને અટકાવી કારની તલાશી લેતા તેમાંથી વિદેશીદારૂની સાત નંગ બોટલ મળી આવી હતી.

(6:07 pm IST)