Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગાંધીનગરમાં ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદના કારણોસર ખાડાઓ પડતા રસ્તાની હાલત કફોડી

ગાંધીનગર: શહેરમાં ચોમાસુ પહેલેથી માર્ગ અને મકાન વિભાગનું વેરી રહ્યું છે. ચોમાસા દરમિયાન ધાધમાર વરસાદમાં પાટનગરના રસ્તાઓ પણ બેહાલ થઇ ગયા છે ત્યારે વરસાદની સિઝન ચાલુ છે તેવી સ્થિતિમાં ડામરકામ કરવું ખુબ મુશ્કેલ હોવાની સાથે સાથે વરસાદી પાણી સતત પડવાને પગલે તે અસરકારક પણ નથી જેથી હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહુડી રોડ તથા રાંધેજા-બાલવા માર્ગ ઉપર પડેલા ખાડામાં પેવર બ્લોક પાથરવાનું શરૂ કર્યું છે. પ્રાયોગિક ધોરણે બ્લોક પાથરીને ૨૦૦થી પણ વધુ ખાડા પુર્યા છે. વરસાદમાં સરકારી કામગીરી ઉઘાડી પડે છે વરસાદી માહોલ વચ્ચે રોડ-રસ્તાના કામમાં વાળેલી વેઠ અને ભ્રષ્ચાચાર ઉડીને આંખે વળગે છે તેવી સ્થિતિમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના રાજમાર્ગો કે જેનાથી દેશ વિદેશની સેલીબ્રીટી પણ પ્રભાવીત થયા છે તે રસ્તાના હાલ હાલની ચોમાસાની સિઝનમાં બેહાલ થઇ ગયા છે આવી સ્થિતિમાં અગાઉ રોડ-રસ્તાના ખાડા પુરવા માટે ચામાસાની સિઝન દરમિયાન ડામર અને માટી-મેટલની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ સતત વરસાદ વરસતો હોવાને કારણે ડામર તેની પ્રકૃત્તિ પ્રમાણે રોડ ઉપર ચોંટતો હતો અને કાંકરી સ્વરૂપે નીકળી જતો હતો અને પરિસ્થિતિ ઠૈરની ઠૈર રહેતી હતી ત્યારે હવે પાટનગર યોજના વિભાગ દ્વારા મહુડી રોડ ઉપરાંત રાંધેજા-બલવા રોડ કે જે રોડ સૌથી વધુ પ્રભાવીત થયા છે ત્યાં પેવર બ્લોકનું લોકીંગ કરીને રોડના ખાડા પુરવામાં આવી રહ્યા છે. અંગે વિભાગના નિષ્ણાંત સાથે વાત કરતા તેમણે એવો દાવો કર્યો હતો કે, ડામર વરસાદમાં કપસી સ્વરૂપે નીકળી જાય છે જ્યારે રોડના ખાડામાં નીચે માટી અને કપચીનું પુરાણ કરીને તેના ઉપર અનુભવી કારીગરો મારફતે પેવર બ્લોક ગોઠવવામાં આવે છે અને ખાડા પુરવામાં આવે છે. બ્લોકની બનાવટથી તે રોડમાં લોક થઇ જાય છે ઉપરાંત તેના ઉપર જરૂર પડે રોલર ચલાવીને લેવલીંગ કરવામાં આવે છે. જેથી વાહનો સરળતાથી રોડ ઉપર અવર-જવર કરી શકે છે. મહુડી હાઇવે અને રાંધેજા-બાલવા રોડ ઉપર પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં ૨૦૦થી વધુ ખાડા પુરવામાં આવ્યા છે.

(6:08 pm IST)