Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમના ગુનાહમાં સતત વધારો:કેશબેકની ઓફર આપી શખ્સના ખાતામાંથી 70 હજારની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:જિલ્લામાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે ગાંધીનગરના યુવાનને એપ્લીકેશનમાં કેશબેકની ઓફર આપી એપ્લીકેશન ચાલુ કરવાનું કહીને તેના ખાતામાંથી દસથી પંદર મીનીટમાં ટુકડે ટુકડે ૭૦ હજાર જેટલી માતબર રકમ ગઠીયાએ ઉપાડી લીધી હતી. જે સંદર્ભે યુવાને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ કરવામાં આવી છે. એટલું નહીં બેંકને પણ મામલે જાણ કરી છે.    

ટેકનોલોજી વધવાની સાથે સરળતા ઉપલબ્ધ થઈ છે પરંતુ તેની આડઅસરો પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ઓનલાઈન ડીઝીટલ પેમેન્ટમાં છેતરપીંડીના કીસ્સાઓ ખુબજ વધી રહયા છે. જેના પગલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોની જવાબદારી પણ વધી ગઈ છે. ગાંધીનગર જિલ્લામાં આંતરે દિવસે કોઈને કોઈ નાગરિક આવા ગઠીયાઓની જાળમાં ફસાઈને પોતાની પરસેવાની કમાણી ગુમાવી રહયા છે ત્યારે ગત તા.રર ઓગસ્ટના રોજ ગાંધીનગરના યુવાનના મોબાઈલ ઉપર એક શખ્સનો ફોન આવ્યો હતો અને ફોન-પે એપ્લીકેશનમાં કેશબેકની ઓફર હોવાનું કહી તેને એપ્લીકેશન ચાલુ કરવા માટે કહયું હતું. બસ તે બાદ દસથી પંદર મિનીટમાં યુવાનના ખાતામાંથી અલગ અલગ તબક્કે ૭૦ હજાર રૂપિયા જેટલી માતબર રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી. યુવાને મામલે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ કર્યા બાદ સે-ર૮ની કોર્પોરેશને બેંકને પણ રજુઆત કરી છે જેમાં કહયું છે કે તેના ખાતામાંથી હજાર રૂપિયા એપ્લીકેશન મારફતે સંબંધીને ટ્રાન્સફર નહોતા થઈ શકયા તો આટલી મોટી રકમ કેવી રીતે કપાઈ ગઈ. જે બાબતે બેંક પાસે પણ યુવાને ખુલાસો માંગ્યો છે ત્યારે નાગરિકોએ પણ સાયબર ક્રાઈમના વધતાં જતાં ગુનાઓના પગલે એલર્ટ રહેવાની જરૂર છે

(6:08 pm IST)