Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અંબાજી:કોરોના ગ્રહણના કારણોસર અંબાજીમાં હજારો માઇ ભક્તોએ ઓનલાઇન દર્શન કર્યા

પાલનપુર: અંબાજી ભાદરવી પૂનમનો મહામેળાના બીજા દિવસે .૮૦ લાખથી વધુ લોકોએ પોતાના ઘરે ઓફીસે ખેતરમાં માતાજીના ઓનલાઈન દર્શન કરી ચુક્યું હતું. ગત વર્ષે ભાદરવી પૂનમના મેળામાં હતી કે ત્રણ લાખ લોકોએ માના દર્શન કર્યા હતા.જોકે કોરોના મહામારી વચ્ચે સરકારે લોકોની આસ્થા જળવાઈ રહે તે માટે ટ્વીટરફેસબુકયુટયુબઈમેલ સહિતની વેબસાઈટો દ્વારા લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈ ભક્તોમાં શ્રધ્ધા અકબંધ રહેવા પામી છે. ગત વર્ષે અંબાજી ખાતે શક્તિભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા ભાદરવી પૂનમના મહામેળામાં સમગ્ર ઉત્તર ગુજરાતના રસ્તાઓગલીઓ તેમજ મંદિરના ચાચરચોકમાં ભક્તો દ્વારા બોલ માડી અંબેજય જય અંબેના નાદથી ગુંજી ઉઠતું હતું. જેને લઈ મંદિર ચાચર ચોકમાં એક અનેરૂ દ્રશ્ય સર્જાતું હતું. ત્યારે ચાલુ વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મેળો તા.૨૭--૨૦૨૦થી --૨૦૨૦ સુધી યોજાવાનો હતો. પરંતુ વર્ષે કોરોના વાયરસને કારણે જિલ્લા વહિવટી તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો અગાઉથી રદ્દ કરી દેવામાં આવ્યો છે. જેને લઈ રસ્તા તેમજ મંદિરનો ચાચર ચોક ભક્તો વિના સુમસામ ભાસી રહ્યો છે.

(6:09 pm IST)