Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ઇડરમાં તસ્કરોનો તરખાટ:મધ્ય રાત્રીએ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહીત 11.89 લાખની ઉઠાંતરી

ઈડર: શહેરના દેશોતરમાં ગુરૂવારની રાત્રે ત્રાટકેલા તસ્કરો એક સાથે ત્રણ મકાનના તાળા તોડી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ મળી રૂપિયા ૧૧.૮૯ લાખની મત્તાની તસ્કરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધી ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદ વડે તપાસ હાથ ધરી છેે. ઈડર તાલુકામાં છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી તસ્કરો ભારે આતંક મચાવી રહ્યા છે. અગાઉ વિરપુરમાં એક સાથે સાત મકાનના તાળા તોડયા બાદ વડિયાવીરના અંબાજી મંદિરમાંથી પણ બે લાખના આભુષણોની ચોરી કરી ગયા હતા. પોલીસે ચોરીની ઘટનાઓ બાબતની હજુ તપાસ હાથ ધરી છે. ત્યાંજ ફરીવાર ગુરૃવારની રાત્રે તસ્કરોએ દેશોતર ગામમાં હાહાકાર મચાવ્યો છે અને એક સાથે ત્રણ મકાનના તાળા તોડી લાખોની મત્તાની તસ્કરી કરી છે.

ગુરૂવારની મધ્યરાત્રિએ દેશોતર ગામના જયંતિભાઈ પટેલના બંધ મકાનમાં પ્રવેશેલા તસ્કરો ચાવી વડે તિજોરી ખોલી સોનાની વીંટીચીણીયોતથા ચાંદીના છડા અને કંઠી મળી રૂપિયા ,૮પ,૦૦૦ની ચોરી કરી ગયા હતા. ઉપરાંત તેમના ભાઈ રમેશભાઈના રહેણાંક મકાનની પાછળની જાળી તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરો તિજોરીમાંથી ૧પ તોલાના સોનાના ઘરેણાતથા દોઢ કિલો ચાંદીના ઘરેણા અને રૂ. ,રર,૦૦૦ રોકડા મળી રૂ. ,ર૮,૫૦૦ની મત્તાની તસ્કરી કરી ગયા હતા. સાથે તસ્કરોગામના અન્ય એક રહીશ મનીષભાઈ પટેલના ઘરમાંથી પણ રૂપિયા ૭૫૦૦૦ની કિંમતનું દોઢ તોલાનું સોનાનુ ડોકિયું મળી કુલ રૂપિયા ૧૧,૮૯,૫૦૦ની ચોરી કરી ગયા હતા.

(6:09 pm IST)