Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અમદાવાદમાં પુત્ર સાથે ઘરેથી નીકળેલ પરિણીતાનો ફાયદો ઉઠાવી નણદોઈએ મિત્રના ઘરે લઇ જઈ દુષ્કર્મ આચરતા ગુનો દાખલ

અમદાવાદ: ખાતે રહેતી પરિણીતાને પતિ સાથે ઝઘડો થતા માતા સાત વર્ષના પુત્ર સાથે નીકળી ગઈ હતી. દરમિયાન તેણીને તેના નણદોઈએ ભોળવીને મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરી બીજા દિવસે ઈકોમાં રાજસ્થાન લઈ જવાની પેરવી કરી હતી. તે સમયે માર્ગમાં તકનો લાભ લઈ પરિણીતા પુત્ર સાથે ગાડીમાંથી ઉતરી જઈ મહેસાણાના કડી ખાતે ફોઈના ઘરે પહોંચી હતી અને ત્યારબાદ સામાજિક કાર્યકરો અને વકીલ મારફતે તેણીને મહેસાણા સિવિલમાં સારવારઅર્થે ખસેડાઈ હતી. જ્યાં તબીબો દ્વારા તેની મેડિકલ તપાસ કરી સેમ્પલ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

૨૬મી ઓગષ્ટે પતિ સાથે તેણીને ઝઘડો થતા તે તેના વર્ષના દીકરાને લઈને પિયર જવા નીકળી ગઈ હતી. જોકે તે બાપુનગર નજીક સ્ટેન્ડ પર ઉભી થઈ તેના પિતાને અંગેની જાણ કરી હતી અને ત્યારબાદ તેના નણદોઈને ફોન કરી સમગ્ર બાબતની જાણ કરી તેને પિયરમાં મુકવા આવવા જણાવ્યું હતું. જોકે મોડી સાંજ થઈ હોવા નણદોઈએ તેણીને રિક્ષામાં બેસાડી તેના મિત્રના ઘરે લઈ ગયો હતો તે દરમિયાન રાત્રીએ નણદોઈએ તેણી પર બળજબરી કરી હતી અને કોઈને કહેશે તો મોતની ધમકી આપી હતી ત્યારે બીજા દિવસે ઈકો ગાડીમાં રાજસ્થાન તેણીને લઈ જવાની પેરવી કરી હતી અને તે સઘળુ જાણી ગઈ હતી ત્યારે તેણીને ગાડીમાં બેસાડી નરોડા પાસે હોટલ પર ગાડી ઉભી રાખતા તેણી તકનો લાભ લઈ વર્ષના દીકરાને લઈને ઉતરી ગઈ હતી અને ત્યાંથી રિક્ષામાં અડાલજ આવી ત્યાંથી ફોીના ઘરે પહોંચી હતી અને ફોઈ, ફુવાને સઘળી વાત કરતા તેમણે તેના પિતાને જાણ કરી હતી અને મહેસાણાના વકીલ ચંદ્રિકાબેન પરમારને જાણ કરી હતી. જે બાદ ફુવા તેણીને લઈને મહેસાણા મોઢેરા ચોકડી વકીલ પાસે આવ્યા હતા અને ત્યારબાદ ૧૮૧ અભયમ અને ૧૦૮માં જાણ કરી તેણીને મહેસાણા સિવિલમાં સારવારઅર્થે ખસેડાઈ હતી.

(6:11 pm IST)