Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સુરતના સરથાણા વિસ્તારમાં પુત્રના નજરની સામે યુવાને પત્નીને ગળેટુંપો આપી મોતનેઘાટ ઉતારી દેતા ગુનો દાખલ

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં આજે સવારે આઠ વર્ષના પુત્રની નજર સામે યુવાને પત્નીની દુપટ્ટા વડે ગળેટૂંપો આપી હત્યા કરી હતી. ભગંદરની બિમારીથી પીડાતો પતિ શરીર સંબંધ બાંધતો હોય અન્ય સાથે સબંધ છે તેમ માનતી પત્ની સાથે ઝઘડા બાદ હત્યા કરનાર યુવાને શરૃઆતમાં પત્નીએ ગળેફાંસો ખાધો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પરંતુ પોલીસે 8 વર્ષીય પુત્રની પુછપરછ કરતા તેનું જુઠાણું પકડાઈ ગયું હતું. પોલીસે યુવાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જામકંડોણાનો વતની અને સુરતમાં સરથાણા નીલમપાર્ક સોસાયટી ઘર નં.14 માં રહેતા 40 વર્ષીય રસિક જશમત નસીતે આજે સવારે હીરાના કારખાનામાં કામ કરતી પત્ની હંસા ( ..38 ) સાથે ઝઘડો થયા બાદ ધો.માં અભ્યાસ કરતા 8 વર્ષીય પુત્ર તનયની નજર સામે પત્ની હંસાનું પહેલા બે હાથ વડે ગળું દબાવી બાદમાં દુપટ્ટા વડે ગળેટૂંપો આપી હત્યા કરી હતી. બનાવ અંગે રસિકના ઘરની ઉપર રહેતા સંબંધીએ પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરતા સરથાણા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. પોલીસ પહોંચતા રસિકે હંસાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે તેવું જુઠાણું ચલાવ્યું હતું. પરંતુ પોલીસને જાણવા મળ્યું હતું કે સમગ્ર બનાવ 8 વર્ષીય પુત્ર તનયની નજર સામે બન્યો છે. આથી પોલીસે તેની પુછપરછ કરતા તેણે પિતાએ કેવી રીતે માતાની હત્યા કરી તે જણાવ્યું હતું.

(6:12 pm IST)