Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

રાજ્યમાં કોરોના નો અજગર ભરડો યથાવત : છેલ્લા ચોવીસ કલાકમાં નવા રેકર્ડબ્રેક 1282 પોઝીટીવ કેસ ની સામે 1111 દર્દીઓને રજા અપાઈ : કુલ કેસનો આંકડો વધીને 93,883 થયો : વધુ 13 લોકોના દુખદ અવસાન : રાજ્યનો કુલ મૃત્યુઆંક 2991 એ પહોચ્યો : અત્યાર સુધીમાં કુલ 75,662 લોકોએ કોરોનાને માત આપી : રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત

આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 273 કેસ, અમદાવાદમાં 164 કેસ, વડોદરામાં 124 કેસ, રાજકોટમાં 115 કેસ, જામનગરમાં 102 કેસ, મોરબીમાં 28 કેસ, ભાવનગરમાં 61 કેસ, પંચમહાલમાં 34 કેસ, કચ્છ માં 28 કેસ, મહેસાણામાં 20 કેસ નોંધાયા : સંપૂર્ણ સૂચિ જોવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ રીતે ફેલાઈ રહ્યો છે. રોજેરોજ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1282 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 93,883 ને આંબી ગઈ છે અને આજે વધુ 13 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2991 થયો છે તો બીજીતરફ આજે વધુ 1111 દર્દીઓ સાજા થતા કુલ 75,662 લોકોએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં હાલમાં કુલ 15,230 એક્ટિવ કેસ છે જેમાં 15,141 સ્ટેબલ છે અને 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત રહેતા લોકો મુંજવાણમાં પડ્યા છે કે સાચ્ચા આંકડાઓ ક્યાં માનવા?

(7:44 pm IST)