Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

દેશના ઊદ્યોગકારોને રાજ્યમાં વ્યાપક રોકાણ માટે આહવાન

ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની વિશેષતા પર પ્રકાશ પાડ્યો : આત્મનિર્ભરતા માટે અત્યંત સક્ષમ ઇકોસિસ્ટમ નિર્માણ કરનારૃં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગાંધીનગર,તા.૨૯ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશ-દુનિયાના ઊદ્યોગકારો-રોકાણકારોને ગુજરાતમાં વ્યાપક રોકાણ માટે આહવાન કરતાં કહ્યું કે, આ સરકાર રોકાણકારોને માત્ર ઇન્વેસ્ટર્સ નહિ રાજ્યની સર્વગ્રાહી વિકાસયાત્રાના, સુખ-સુવિધા વૃદ્ધિના ભાગીદાર પાટર્નર તરીકે પ્રોત્સાહનો આપે છે. મુખ્યમંત્રીએ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-ર૦ર૦ની વિશેષતાઓ અને આકર્ષક પહેલુઓના ચર્ચા-મંથન વેબિનારમાં સંબોધન કરતા આ આહવાન કર્યુ હતું. આ વેબિનાર દરમ્યાન રાજ્યમાં રૂ. ૧૦,પ૦૦ કરોડના રોકાણો વિવિધ પ્રોજેકટસમાં કરવાની ઊદ્યોગ સાહસિકોએ કોવિડના આ સમયમાં પણ તાત્કાલિક રોકાણોની મોટી જાહેરાતો કરી હતી. આ રોકાણોમાં વેદાન્તા રૂ. ૪૫૦૦ કરોડ, કિરી ઇન્ડસ્ટ્રીઝ રૂ. ૩૦૦૦ કરોડ, વેલસ્પન ગૃપ રૂ. બે હજાર કરોડ અને યુએનઓ મીન્ડા ગૃપે રૂ. ૧૦૦૦ કરોડના રોકાણો આગામી દિવસોમાં ગુજરાતમાં કરીને રાજ્યની સતત-અવિરત વિકાસયાત્રામાં સહભાગીતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

               ગુજરાતની આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને સમગ્ર ઊદ્યોગ જગતે એકી અવાજે પ્રોત્સાહજનક પ્રતિસાદ આપી આવકારી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઊદ્યોગ વેપાર જગતના અગ્રણીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વ આખું કોરોના-કોવિડ-૧૯ મહામારીના કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે એકમાત્ર ગુજરાતે 'હારશે કોરોના-જિતશેલ્લ ગુજરાતના મંત્ર સાથે ઊદ્યોગો-વેપાર ધંધા, રોજગારને આ મહામારીની અસરથી ફરી ચેતનવંતા કરવા, નુકશાનીમાંથી બેઠા કરવા સંપૂર્ણ સહયોગ મદદની નેમ સાથે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-ર૦ર૦ લોંચ કરેલી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાત આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-ર૦ર૦થી લીડ લેશે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આત્મનિર્ભરતા માટે સક્ષમ ઇકોસિસ્ટમ નિર્માણ કરનારૃં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ઇકોસિસ્ટમના પરિણામે જ ગુજરાત આજે ઓટો અને ઓટો કોમ્પોનન્ટ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ, ટેક્ષટાઇલ, જેમ્સ જવેલરી જેવા બહુવિધ ઊદ્યોગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉભરી આવ્યું છે.

(9:21 pm IST)