Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અમદાવાદ ATS ના ૧૨ - સોલા પોલીસ સ્ટેશનના ૧૭ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ : ઉચ્ચ અધિકારીઓ ક્વોરંટાઇન

પોલીસ બેડામાં ચિંતાનો માહોલ

અમદાવાદ : અહીંના ATS ના ૧૨ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તથા સોલા પોલીસ સ્ટેશનના ૧૭ નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ઉચ્ચ અધિકારીઓ ક્વોરંટાઇન થયા છે. પોલીસ ખાતામાં કોરોના પ્રશરતા પોલીસ બેડામાં ચિંતા નો માહોલ જોવા મળ્યો છે.

      ગુજરાત ATSના PI જે એન ગોસ્વામી, વલસાડ પોલીસ સ્ટેશનના PSI કે. જે રાઠોડ સહિત ત્રણ પોલીસકર્મીઓ કે જેઓને ATSએ મદદમાં બોલાવ્યાં હતાં. ઉપરાંત એક કમાન્ડો, 2 SRP, 2 ક્લાર્ક, ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર રચવામાં વિનસ હોટલમાંથી ઝડપાયેલ આરોપી ઇરફાન શેખ અને એક સસ્પેક્ટ કેસ સહિત કુલ 12 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ATSના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્ટાફના માણસોને 5 દિવસ સુધી વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના આપવામાં આવી છે એટલે કે ઓફિસમાં જવાને બદલે ક્વૉરન્ટાઇન રહીને જ કામ કરવાની સૂચના આપવામાં આવી છે.

સોલા પો. સ્ટેશનમાં એક બાદ એક કુલ 17ને કોરોના પોઝિટિવ

બીજી બાજુ સોલા પોલીસ સ્ટેશનમાં પણ 1 PSI સહિત અગાઉ 2 પોલીસકર્મી અને ગઇ કાલે 10 તેમજ આજે 5 પોલીસકર્મી સહિત કુલ 17ને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના લીધે અમદાવાદ પોલીસમાં ભારે ફફડાટ મચી ગયો છે. તમને જણાવી દઇએ કે ગુજરાત પોલીસના કેટલાંક પોલીસકર્મીઓ પણ આરોપીઓને ઝડપ્યાં બાદ તેઓનો કોરોના ટેસ્ટ કરાવે છે અને જો આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે તો પોલીસ કર્મચારીઓ તકેદારીનાં ભાગ સ્વરૂપે ક્વૉરન્ટાઇન થઇ જાય છે. ત્યારે બીજી બાજુ ગુજરાત ATS પર પણ કોરોનાએ કહેર મચાવ્યો છે.

(9:41 pm IST)