Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગુજરાતમાં અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા સી-પ્લેન ફલાઇટ શરૂ કરવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારત સરકારના સચિવ પ્રદિપ ખરોલા અને નાગરિક ઉડ્ડયન નિયામક કેપ્ટન અજય ચૌહાણ સાબરમતી રીવરફ્રન્ટ સાઇટની મુલાકાતે

ગાંધીનગર : વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેનનું સ્વપ્ન સાકાર કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા માટે સી-પ્લેન સેવા શરૂ કરવા તા.૨૨/૦૭/૨૦૨૦ના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર સાથે ત્રીપક્ષીય એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સી-પ્લેન સેવા શરૂ કરવા માટે ગાંધીનગર ખાતે તા.૨૯/૦૮/૨૦૨૦ના રોજ ચીફ સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને એક અતિ મહત્વની રીવ્યુ મીટીંગ યોજવામાં આવેલ છે.  આ મીટીંગમાં સચિવ તેમજ સંયુક્ત સચિવ નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારત સરકાર, એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ, સ્પાઇસ જેટ એરલાઇન અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેલ હતા.

ગુજરાતમાં અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા સી-પ્લેન માટે દિવસમાં કુલ ચાર ફલાઇટ શરૂ કરવામાં આવનાર છે.  સ્પાઇસ જેટ દ્વારા આશરે ૧૯ સીટ ધરાવતું વિમાન રાખવામાં આવશે અને આ રૂટ ઉપર એક મુસાફર માટે ટીકીટનું ભાડુ રૂપિયા ૪૮૦૦/- રાખવામાં આવનાર છે.  પ્રથમ ફલાઇટ નું ઉદ્દધાટન તા.૩૧/૧૦/૨૦૨૦ના રોજ થનાર છે.

(10:03 pm IST)