Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

પારડી પોલીસે રૂ 13.56 લાખના દારૂ ભરેલો ટેમ્પો મુકી ભાગેલા આરોપીને મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો

પારડી પોલીસ સ્ટેશનના પારડી પીએસઆઇ જે. એસ. રાજપૂત તેમજ સ્ટાફની કાબિલેદાદ કામગીરી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લા પૉલિસી વડા રાજદીપસિંહના માર્ગદર્શનથી પારડી પોલીસે હિન્દી ફિલ્મના ડાયલોગ કાનુન કે હાથ લંબે હોતે હૈ ને પારડી પોલીસે સાર્થક કરી બતાવ્યો છે.જાન્યૂઆરી માસમાં પારડી પોલીસની હદમાં હાઇવે પર રૂ. 13.56 લાખના માતબર રકમના દારૂનો ટેમ્પો મુકી ભાગેલા ડ્રાઇવરને પારડી પોલીસે 9 મહિના બાદ મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો હતો. જેને લઇ સમગ્ર જિલ્લામાં પારડી પોલીસની વાહવાહી થઇ રહી છે

 .પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ પારડી પોલીસે ગત 9 જાન્યૂઆરી 2020ના રોજ બગવાડા ટોલ નાકા પર ચેકિંગ દરમિયાન એક ટેમ્પાને પકડ્યો હતો. તેનો ચાલક ટેમ્પો મુકી ફરાર થઇ ગયો હતો. આ ટેમ્પામાંથી પોલીસે રૂ. 13.56 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. જેના પગલે પોલીસે ચાલકની શોધખોળ હાથ ધરી હતી. તેમને ટેમ્પામાંથી એક એટીએમની સ્લીપ મળી હતી. જેના આધારે તેમણે ટેમ્પા ચાલક વૈભવ મોહનલાલ ચૌધરી (રહે. મંદસૌર ઝાલાવાડ મધ્યપ્રદેશ)નું નામ જણાયું હતુ. જેના પગલે પારડી પીએસઆઇ જે. એસ. રાજપૂત, હેડ કોન્સ્ટેબલ પ્રવિણ શ્યામરાવે તપાસ કરી મધ્ય પ્રદેશ જઇ વૈભવની ધરપકડ કરી હતી. તેમજ તેને આ દારૂનો જથ્થો કોણે આપ્યો અને તે કોને પહોંચાડવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.

(1:36 pm IST)