Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વલસાડ સિટી પોલીસનો જુગારિયાઓ પર સપાટો, વરલી મટકાનો જુગાર રમતા 3 ને ઝડપી પાડ્યા

 (કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ જુગારિયાઓને જૈર કરવા સમગ્ર જિલ્લા પોલીસને સૂચના આપી છે. જેના પગલે સિટી પોલીસ પણ જુગારિયાઓને પકડવા મંડી પડી છે. વલસાડ સિટી પોલીસે આઇપીએલનો મોટો જુગાર પકડ્યા બાદ હવે તેમણે વરલી મટકાનો જુગાર પકડી પાડી 3 જુગારિયાઓને પકડી પાડ્યા છે.
   સિટી પીઆઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ સંજય જંયતિલાલ, કોન્સ્ટેબલ રાજકુમાર કરૂણાશંકર, ઘનશ્યામસિંહ બળવંતસિંહે ધોબીતળાવમાં વરલી મટકાના જુગાર માટે ચેકિંગ હાથ ધર્યું હતુ. એ દમિયાન તેમણે આ વિસ્તારમા જ રહેતા સુરેશ રમેશ પટેલને વોટ્સેપ પર જુગાર રમાડતો ઝડપી પાડ્યો હતો. તેમણે સુરેશની પુછતાછ અને મોબાઇલ ચેક કરતાં તેમાંથી ચિરાગ મહેન્દ્ર પટેલ રહે. હાલર વશી ફળિયા અને અતુલ ભુજંગરાવ લાંજેવાર રહે. કોસંબા રોડનો નંબર નિકળતા પોલીસે છટકુ ગોઠવી તેમને પણ પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 12,780 રોકડા અને 3 મોબાઇલ કબજે કરી તમામ વિરૂદ્ધગુનો દાખલ કર્યો છે. તેમજ તેમની પુછતાછમાં જુગારના મુખ્ય સુત્રધાર રમઝાન આબિદ શેખ અને ઝાકીર હોવાનું બહાર આવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

(2:48 pm IST)