Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

નવા ટીસીએસ નિયમથી હિરા ઉદ્યોગની પરેશાનીમાં વધારો થશે

નવા નિયમથી ૫૦ લાખની ખરીદી પર ટીસીએસ લાગશે ૧.૫૩ લાખ : આ નિયમને સ્થગિત કરવાની માંગ

સૂરત : કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સે હાલમાં જ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને ટીસીએસની જોગવાઇને માર્ચ ૨૦૨૧ સુધી સ્થગિત કરવાની માંગણી કરી હતી, શહેરના કપડા અને જવેલરીના ધંધાર્થીઓ એક ઓકટોબર થી લાગુ થનાર ટીસીએસ બાબતે ચિંતીત છે. કેમકે ૫૦ લાખથી વધારે વેચાણ કરનાર કપડા અને જવેલરીના ધંધાર્થીઓ એ ૦.૦૭૫ ટકાના દરે ટીસીએસ ચુકાવવો પડશે દક્ષિણ ગુજરાતમાં અંદાજે ૩ હજાર મોટા જવેલરીના ધંધાર્થીઓ છે. ટીસીએસની નવી જોગવાઇ થી તેમના ૧૫૦૦૦ કરોડ રૂપિયાની મૂડી જામ થઇ જશે. જો કે ટીસીએસની રકમને વેપારી પોતના આવકવેરામાં એડજસ્ટ કરી શકશે. ઇન્ડીયન બુલિયન જવેલર્સ એસોશીએશન (ઇબજા)એ કેન્દ્ર સરકારને ટીસીએસની મર્યાદા ૫૦ લાખથી વધારીને ૫ કરોડ રૂપિયા કરવાની માંગણી કરી છે. ઇબજાના રાજ્ય નિર્દેશક નૈનેશ પચ્ચીગરે કહ્યું કે પહેલી ઓકટોબરથી ટીસીએસ લાગુ થશે. તેની જોગવાઇ મુજબ જો ૫૦ લાખથી વધારેનો માલ વેચવામાં આવે તો ખરીદનારે ૫૦ લાખમાંથી ૦.૦૭૫ ટકા ટીસીએસ એટલે કે ૧.૫૩ લાખ ચુકવવા પડશે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જેમ એન્ડ જવેલરીનો કુલ બીઝનેસ દર મહીને દોઢ લાખ કરોડનો થાય છે. છેલ્લા પાંચ મહિનાથી બધા ધંધાર્થીઓ લોકડાઉનના કારણે નાણાકીય મુશ્કેલીમાં છે ત્યારે આ ટીસીએસ થી તેમની તકલીફોમાં વધારો થશે.

(3:31 pm IST)