Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અમદાવાદના નવરંગપુરામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા પાંચ શખ્સોને ઝડપી પોલીસે 34 હજારનો મુદામાલ જપ્ત કર્યો

અમદાવાદ: શહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર અમદાવાદમાં સટ્ટો લેવાના બનાવો વધ્યા છે. નવરંગપુરામાં ક્રિકેટ મેચ પર સટ્ટો લેતા પાંચ શક્સોની પોલીસે અટક કરીને રૂ.34,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બોપલમાં ક્રકેટ મેચ પર સટ્ટો લેતા શક્સની પોલીસે અટક કરીને તેની પાસેથી રૂ.20,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નવરંગપુરામાં મેમનગર ફાયર સ્ટેશનની સામે કેટલાક શક્સો મોબાઈલ પર આઈપીએલ ક્રકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની માહિતી ગુજરાત યુનિવર્સિટી પોલીસને મળી હતી.

જેને આધારે પોલીસે અહીંથી વીકી વી.કામત, પિન્ટુ આર.રાજપુત,મેહુલ ડી.ઠાકોર, મનુ આર.વછેટા અને રણજીત ડી.ઠાકોરની અટક કરી હતી. તપાસ કરતા આરોપીઓ આીપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો લેતા હોવાનું બહાર આવ્યું હતું. તેમની પાસેથી પોલીસે પાંચ મોબાઈલ અને રોકડ રકમ મળીને રૂ.34,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:21 pm IST)