Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વડોદરા નજીક ચાપડ ગામના બસ સ્ટેન્ડ નજીક મગરનો ઉપદ્રવ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

વડોદરા:વડોદરા અને તેની આસપાસના વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા ગામોમાં ફરી એકવાર મગર નો ઉપદ્રવ વધવા માંડતાં લોકોમાં ભારે દહેશત ભર્યો માહોલ છવાયો છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ નગર ખાતે બે દિવસ પહેલા રાત્રિના સમયે જમીને ઓટલા પર બેઠેલા પરિવારજનો સુધી મગર ધસી આવવાનો ગઈકાલે બનાવ બન્યા બાદ ગઈ મોડી રાતે વડોદરા પાસેના ચાપડ ગામે આ જ પ્રકારનો બનાવ બનતા ગામ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

બિલ નજીક આવેલા ચાપડ ગામ ના બસ સ્ટેન્ડ નજીક મહાકાય મગરે અડિંગો જમાવી દેતા ગામમાં બુમરાણ મચી હતી. લોકોએ લાકડીયો પછાડી મગર બગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. જેથી જીવ દયા કાર્યકરો ની મદદ લેવામાં આવી હતી.

વડોદરાથી ચાપડ ગામે પહોંચેલા જીવદયા કાર્યકરોએ ભારે જહેમત બાદ સાડા છ ફૂટ ના મગરને પકડી ફોરેસ્ટ વિભાગના હવાલે કર્યો હતો.

(5:20 pm IST)