Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અરવલ્લી જિલ્લામાં કૉરોનાના નવા 4 પૉઝિટિવ કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 495 એ પહોંચ્યો

મોડાસાની ગ્રીન સિટીમાં 1, મેઘરજના ધોરાલ અને ગેડમાં 1-1 જ્યારે ભિલોડાના કુલ્લા કુશ્કીમાં 1 કેસ નોંધાયો

મોડાસા: અરવલ્લી જિલ્લામાં કોરોનાના સોમવારે નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના 4 પોઝીટીવ કેસ આવ્યા હોવાની પુષ્ટિ કરી છે, જેમાં મોડાસાની ગ્રીન સિટીમાં 1, મેઘરજના ધોરાલ અને ગેડમાં 1-1 જ્યારે ભિલોડાના કુલ્લા કુશ્કીમાં કૉરોનાનો 1 કેસ મળી કુલ 4 પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે જ અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કુલ આંક 495 પર પહોંચી ગયો છે.

(6:44 pm IST)