Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાજ્યમાં કોરોનાનો કહેર :નવા 1381 પોઝિટિવ કેસ:વધુ 11 લોકોના મોત : કુલ કેસનો આંક 1,36,004 થયો :વધુ 1383 દર્દીઓ ડિસ્ચાર્જ થતા કુલ 1,15,859 લોકોએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ કોર્પોરેશનમાં 176, સુરત કોર્પોરેશનમાં 179, સુરતમાં 132, રાજકોટ કોર્પોરેશનમાં 104, વડોદરા કોર્પોરેશનમાં 90, જામનગર કોર્પોરેશનમાં 69, રાજકોટમાં 44, વડોદરામાં 39, બનાસકાંઠામાં 39, અમદાવાદમાં 19મહેસાણામાં 34 ,પાટણમાં 34 ,ભરૂચમાં 29 સુરેન્દ્રનગરમાં 27 કેસ નોંધાયા:રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે  નવા 1381 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,36,004 થઇ છે  આજે વધુ  1383 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,15,859 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3442 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1381 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3442 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16703 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 89 દર્દીઓ છે જ્યારે 16614 દર્દીની હાલ સ્ટેબલ છે.

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1,  વડોદરા કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 મળીને કુલ 11  લોકોના મોત થયા હતા.

અમદાવાદ કોર્પોરેશનમાં 176, સુરત કોર્પોરેશનમાં 179, સુરતમાં 132, રાજકોટ કોર્પોરેશનમાં 104, વડોદરા કોર્પોરેશનમાં 90, જામનગર કોર્પોરેશનમાં 69,  રાજકોટમાં 44, વડોદરામાં 39, બનાસકાંઠામાં 39, અમદાવાદમાં 19મહેસાણામાં 34 ,પાટણમાં 34 ,ભરૂચમાં 29 સુરેન્દ્રનગરમાં 27 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે કુલ 1383 દર્દી સાજા થયા હતા અને 62,338 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

(8:24 pm IST)