Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાણીની સમસ્યા

સ્થાનિકોની અનેક રજૂઆત છતા તંત્ર મૌન : આ વસાહતમાં ૧,૩૫૦ મકાનો, તેમાં અપુરતું અને ઓછા પ્રેશરથી પાણી આવે છે : તમામ રહીશો હાલાકીમાં મુકાયા

અમદાવાદ,તા.૨૯ : અમદાવાદમાં ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડની વર્ષો જુની વસાહતમાં પીવાના પાણી, ગંદકી તેમજ ખરાબ રસ્તાઓની સમસ્યાથી લોકો પરેશાન થઇ ગયા છે. રહીશોના જણાવ્યા મુજબ વસાહતમાં ,૩૫૦ મકાનો આવેલા છે. તેમાં અપુરતું અને ઓછા પ્રેસરથી પાણી આવી રહ્યું છે. હજારો રહીશોએ રોજ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. રહીશોની રજૂઆતો છતાંય મ્યુનિ.તંત્ર દ્વારા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પાણીની સમસ્યાને લઇ તંત્ર દ્વારા નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજૂ સુધી તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું નથી. જેના કારણે રહીશો હાલાકીમાં મકાયા છે. રહીશોની ફરિયાદ બાદ કોંગ્રેસે ભાજપા તેમજ કોર્પોરેશન વિરૂદ્ધ સુત્રોચાર કરી ઉગ્ર રજૂઆત કરી હતી. ખોખરા વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અપૂર્વ પટેલે જણાવ્યું હતું કે ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાક સમયથી અપુરતું અને ઓછા પ્રેસરથી પાણી આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે રહિશો પાણી માટે વલખા મારી રહ્યા છે. વિસ્તારની પાણીની સમસ્યા હલ કરવા માટે કામદાર કલ્યાણ કેન્દ્ર ખાતે ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે.

રહિશોના મતે ટાંકી સત્વરે ચાલુ કરવામાં આવે તો વિસ્તારની પાણીની સમસ્યા હલ થઇ શકે તેમ છે અને હજારો રહિશોને મોટી રાહત મળી રહે તેમ છે. વધુમાં વોર્ડ પ્રમુખે જણાવ્યું હતું કે, વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય પણ વધી રહ્યું છે. છતાં તંત્ર બેખર બની આંખ આડા કાન કરી રહી છે. તો રસ્તાઓ પણ બિસ્માર્ક હાલતમાં છે. જણાવી દઇએ, ૧૩,૦૦ જેટલા મકાનોની વસાહતમાં મ્યુનિ.તંત્ર દ્વારા પુરતા પ્રમાણમાં પાણી પણ પુરૂ પાડી શકાતું હોવાથી લોકોએ ખાનગી પાણીના ટેક્નરો મંગાવવા પડી રહ્યા છે. જમીનની અંદર ત્રણ ફૂટ ખાડામાં પાણીનો નળ હોવા છતાંય પાણીને પ્રેસર મળતું નથી. રોજ સવારે પાણી ભરવા માટે વલખા મારવા વસાહતના રહિશોની દૈનિક ચર્યા બની ગઇ છે. સુખી-સંપન્ન પરિવારો પાણીની મોટરો ચાલુ કરીને પાણી ભરી લેતા હોવાથી સામાન્ય અને ગરીબ કુટુંબોના ઘરોમાં પાણી પહોંચતું નથી. ત્યારે કોર્પોરેશન દ્વારા પાણીનું ટાંકીનુ્ં કામ સત્વરે પૂર્ણ કરી તેને કાર્યરત કરવાની માંગણી ઉઠી છે.

(9:59 pm IST)