Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે NDRF અને SDRFની ટીમોને એલર્ટ રહેવા સૂચના

એન.ડી.આર.એફ.ની કુલ ૨૦ ટીમમાંથી ૧૭ ટીમો અને એન.ડી.આર.એફ.ની કુલ ૨૦ ટીમમાંથી ૧૭ ટીમો ડીપ્લોય કરાઈ : વેધર વોચ ગ્રુપનો વેબિનાર યોજાયો

ગાંધીનગર :રાહત કમિશનર અને અધિક સચિવશ્રી,મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર જીસ્વાન ૫ર યોજવામાં આવેલ, રાહત નિયામક અને નાયબ સચિવએસ.ઇ.ઓ.સી દ્વારા વેબીનારમાં ઓનલાઈન તેમજ ઓફલાઇન હાજર રહેલા તમામ અધિકારીશ્રીઓનું સ્વાગત કરી મીટીંગની શરૂઆત કરી અને જણાવ્યુ કેઆજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી  રાજયમાં ૧૮- જિલ્લાના,૫૪-તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૈાથી વધારે ડાંગજિલ્લાના ડાંગ (આહવા) તાલુકામાં ૫૯ એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજયમાં અત્યાર સુધીતા.૨૮/૦૯/૨૦૨૧અંતિત ૭૧૭.૩૫મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૮૫.૪૦% છે.

IMDના ડાયરેકટર દ્વારા જણાવેલ છે કે,રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં તા.૨૮/૦૯/૨૦૨૧ થી તા.૩૦/૦૯/૨૦૨૧ સુધી વલસાડજુનાગઢ અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.તા.૨૮/૦૯/૨૦૨૧ થી તા.૦૧/૧૦/૨૦૨૧ સુધી રાજ્યમાં અમરેલીભાવનગરગીર સોમનાથસુરતનવસારીતાપીડાંગ,જામનગર,આણંદ,નર્મદા,દેવભુમી દ્વારકાઅને પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતામાન.રાહત કમિશનરશ્રી અને અઘિક સચિવ ઘ્વારા રાહત બચાવકાર્ય માટેNDRFઅનેSDRFની ટીમોને એલર્ટ રહેવા અને જરૂર જણાયે ટીમોની તાત્કાલિક મૂવમેન્ટ માટે કમાન્ડન્ટ,NDRF અને DySp, SDRFનેસૂચના આ૫વામાં આવી.

સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારીશ્રીદ્વારા જણાવેલ છે કે,સરદાર સરોવર જળાશયમાં હાલ ૨૦૫૫૪૧એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૬૧.૫૨% છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવેલ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૪૪૬૦૪૫એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૦.૦૨% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૯૬જળાશય, એલર્ટ ૫ર કુલ- ૦૯ જળાશય તેમજ વોર્નીગ ૫ર-૧૩ જળાશય છે.

કૃષિ વિભાગ દ્વારા રજૂ થયેલ પત્રકમાં જણાવ્યા મુજબસમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત ૮૪.૨૫લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૭/૦૯/૨૦૨૧ સુધીમાં થયેલ છે.

એન.ડી.આર.એફ.ની કુલ ૨૦ ટીમમાંથી ૧૭ ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે.જે પૈકી ૧-વલસાડ,૧-સુરત,૧-નવસારી,૧-રાજકોટ,૧-ગીરસોમનાથ,૧-અમરેલી,૧-ભાવનગર,૧-જુનાગઢ, ૧-જામનગર,૧-પાટણ,૧-મોરબી,૧- દેવભુમી ઘ્વારકા,૧-પોરબંદર,૧-ખેડા,૩-ગાંઘીનગરખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને ૩-ટીમ વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે.

એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમમાંથી ૦૮ ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે.૨–રાજકોટ,૨- જુનાગઢ,૨- જામનગર ,૧- આણંદ અને ૧- ખેડાખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. ૧-ગોઘરા,૧-વાવ,૧-વડોદરા ,૧-અમદાવાદ અને ૧-વાલીયા ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. તથા વરસાદની આગાહી ધ્યાને લઈ એસ.ડી.આર.એફ.નીટીમોને એલર્ટ મોડ પર રહેવા માન.રાહત કમિશનરશ્રી દ્વારા સુચના આપવામાં આવી.

  વધુમાં ઇસરો,ફોરેસ્ટ વિભાગ,આરોગ્ય વિભાગ,ફિશરીઝ વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જી.એમ.બી., શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.,ફાયર વિભાગ, કોસ્ટગાર્ડ, બાયસેગતથા માહીતી ખાતાના અઘિકારીઓ મીટીંગમાં હાજર રહેલ અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના અંગે IMDની આગાહી ધ્યાને લઇ રાહત બચાવના પગલાં અંગે તમામ વિભાગોની તૈયારી અંગે ચર્ચા/સમીક્ષા કરવામાં આવી.

ત્યારબાદમાન. રાહત કમિશનર અને અધિક સચિવ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાવાળા ઉ૫રોકત  જિલ્લાઓ માં  રાહત બચાવ અંગે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકાય તે રીતે સંપૂર્ણ એલર્ટ રહેવા લાઇન વિભાગના હાજર અઘિકારીઓને સૂચના આ૫વામાં આવી.રાહત નિયામક અને નાયબ સચિવશ્રી દ્વારા મીટીંગમાં હાજર રહેલ અધિકારીઓનો આભાર માની મીટીંગ પૂર્ણ જાહેર કરવામાં આવી. 

(11:00 pm IST)