Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજપીપળા બર્ક ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાકાર્યો બાદ હવે દિવાળી તહેવાર માટેનું આગવું આયોજન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા બર્ક ફાઉન્ડેશન દ્વારા વર્ષોથી અનેક સેવાકાર્યો કરાઈ રહ્યા છે ત્યારે હાલમાં દિવાળી ના પર્વ માટે ટ્રાઈબલ વિસ્તારમાં વસતા લોકો માટે બર્ક ફાઉન્ડેશન ના સંચાલકો દ્વારા આગવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

 બર્ક ફાઉન્ડેશન હેઠળ રાજપીપળામાં મહિલાઓ માટે ફક્ત 99 રૂપિયા માં હેર કટીંગ કરી આપવામાં આવ્યું હતું  સાથે ગરીબી રેખા નીચે જીવતી ૫૧ દીકરીઓ ને વિનામૂલ્યે હેર કટીંગ તથા હેર સ્પા સ્ટ્રેટનિંગ વગેરે કરી આપવામાં આવ્યું હતું બર્ક ફાઉન્ડેશન ના સંચાલક જયોર્ક બર્ક એ જણાવ્યું હતું કે આ ઝુબેશ ભગત ચેરિટી માટે હતું આ રકમથી દિવાળી અને નવા વર્ષ માટે બાળકોને કપડા તથા ટ્રાયબલ એરીયા માં જઈને કુપોષિત બાળકોને ન્યુટ્રીશન ફૂડ મળે તેવો અમારો આશય છે.બર્ક ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના ટ્રાયબલ એરીયા માં વસતા લોકોને દિવાળી ના તહેવાર માં જરૂરતો પૂરી કરી શકીએ એવી અમારી ઝુબેશ છે.

(11:21 am IST)