Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજપીપળામાં ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન ની સાધારણ સભા યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે શ્રી દશા લાડ ની વાડી માં નર્મદા ડિસ્ટ્રીબ્યુટર એસોસિયન ની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનના જનરલ સેક્રેટરી રામભાઈ બક્ષીએ ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને માર્ગદર્શન આપ્યું હતું તથા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના સોલંકીભાઈ તથા આકાશભાઈ દ્વારા એસબીઆઇના નવી શાખાની મુલાકાત લેવા તથા કરન્ટ એકાઉન્ટ અને અન્ય વિવિધ એકાઉન્ટો અને વ્યાપાર લક્ષી યોજનાઓ માટે માર્ગદર્શન આપ્યું હતું અંતે સભાનું સમાપન આભાર વિધિ સેલંબા ના વેપારી ઇશ્વરભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.
કારોબારી:પ્રમુખ : અમીત ગાંધી,ઉપપ્રમુખ : હરનિશ શાહ,અજીત પરીખ,મંત્રી : પ્રતીક શાહ
સહમંત્રી : તુષાર પટેલ,ખજાનચી : અલ્પેશ પટેલ,સ ખ : તેજસ પંડ્યા,કારોબારી સભ્ય
 

(11:36 am IST)