Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

શુક્રવારથી ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનઃ શનિવારે તમામ ગામોમાં ગ્રામસભા

શહેરો-ગામોમાંથી પ્લાસ્ટિક વીણાશેઃ વલસાડ-બનાસકાંઠાના સરપંચ સાથે વડાપ્રધાન વિડીયો સંવાદ કરશે

રાજકોટ તા. ર૯ :.. ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થનાર છે. તે અંતર્ગત તમામ ગામો અને શહેરોમાંથી નકામુ પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવશે. બીજા દિવસે ગાંધી જયંતીએ સવારે ૧૦ થી તમામ ગામોમાં ગ્રામસભા થશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે. ગ્રમસભામાં જલજીવન મિશન અંતર્ગત માહિતી અપાશે.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જલજીવન મિશન, સ્વચ્છતા અભિયાન, કોરોના રસીકરણ, ૧પ મી નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામો, ઘર-ઘર સુધી નળ જોડાણ, વગેરે મુદ્ે ગ્રામસભામાં આવરી લેવામાં આવશે. વડાપ્રધાન પાલનપુર તાલુકાના પીપલી ગામ અને વલસાડના પારડી તાલુકાના કોલક ગ્રામ પંચાયતની સભામાં ત્યાંના સરપંચ સાથે ઓનલાઇન સંવાદ કરશે.

સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત તા. ૧ થી ૩૧ ઓકટોર દરેક ગામમાં સફાઇ માટે અભિયાન આદરવામાં આવશે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગથી લોકોને બચાવવાના પગલા લેવામાં આવશે. પ્લાસ્ટિક ધન કચરો એકત્ર કરવામાં આવશે. રસી લેવામાં બાકી હોય તેને રસી લઇ લેવા ગ્રામસભા દ્વારા અનુરોધ કરાશે.

(3:50 pm IST)