Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વિરમગામ તાલુકાના જેતાપુર ખાતે "જેતાપુર સહકારી મંડળી"ની સામાન્ય સભા યોજાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :વિરમગામ તાલુકાના જેતાપુર મુકામે "જેતાપુર સહકારી મંડળી"ની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં પૂર્વ ધારાસભ્ય અને વિરમગામ એડિસી બેંકના ડિરેક્ટર વજુભાઇ ડોડીયા, એપીએમસી વાઇસ ચેરમેન રમેશભાઇ કોલીપટેલ, દસરથભાઈ,  જગદીશભાઈ વડલાની, લોન ઓફિસર શીશીકાન્તભાઇ, તાલુકા સદસ્ય કનુભાઈ, જેતાપુર મંડળી સેક્રેટરી નાગજીભાઈ ચેરમેન વાડીલાલ ભાઈ સાથે રૂપાવટી, અસલગામ,  થુલેટા મંડળીના સહકારી આગેવાનો સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : રસીક કોળી - રૂપાવટી)

(5:56 pm IST)