Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સાણંદ પેટાચૂંટણી : પીપણ તાલુકા પંચાયત સીટની સોયલા ગામે જાહેરસભા યોજાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ભારતીય જનતા પાર્ટી સાણંદ તાલુકા પંચાયત પેટાચૂંટણીના પીપણ- ૧૭ સીટ ના ઉમેદવાર આશાબેન નરેશભાઇ ઠાકોર ની સોયલા ગામે જડેશ્વર મહાદેવ પાસે જંગી જનસંખ્યામાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં અધ્યક્ષ સ્થાને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા ગ્રામજનોને સંબોધન કરતા ભાજપને કિંમતી અને પવિત્ર મત આપી આગામી સમયમાં વિકાસના કામોની ઝડપ વધશે તેવી બાંહેધરી આપી હતી જેમાં ધારાસભ્ય કનુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ જિલ્લા મહામંત્રી સુરેશભાઈ ઉપપ્રમુખ શૈલેષભાઇ મંત્રી લીનાબેન એ.પી.એમ.સી ચેરમેન ખેંગારભાઈ તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદસિંહ મંડલ પ્રમુખ ખોડભાઈ જિલ્લા-તાલુકાના સદસ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(5:57 pm IST)