Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અરવલ્લી જિલ્લામાં જળાશયો છલોછલ થવાથી પાણીની આવક વધી

સાબરકાંઠા : જિલ્લામાં વરસાદની પેટર્ન બદલાતી જાય છે.  આ વર્ષે બંન્ને જિલ્લામાં ખેડૂતોએ ચોમાસુ નિયમિત હોવાનું માની ઉતાવળે ખેતરોમાં વાવેતર કરી દીધું. ત્યારબાદ અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતાં ખેતી ઉપર સંકટ ઉભું થયું. જો કે ભાદરવા મહિનામાં અષાઢ મહિનાની વરસાદની ખોટ પૂરી થઈ પરંતુ જળાશયોમાં હજુય સંતોષકારક પાણીની ધસમસતી આવક નોંધાઈ ન હોવાથી જળાશયો ભરપૂર વરસતા ભાદરવામાં પણ તરસ્યાં રહ્યાં છે. જિલ્લાના વાત્રકમાં ૩૮પપ ક્યુસેક પાણીની આવકને બાદ કરતાં અન્ય માઝૂમહાથમતીજવાનપુરાહરણાવમેશ્વોવૈડીખેડવાઈન્દ્રાસી અને ગોરઠીયા જળાશયમાં હાલની સ્થિતિએ વરસાદી પાણીની સામાન્ય આવક નોંધાઈ છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસે તો જ જિલ્લાના જળાશયો ઓવરફ્લોની સપાટી સુધી પહોંચી શકે તેમ છે. જિલ્લામાં ભલે ભાદરવો ભરપૂર વરસતો હોય પરંતુ રાજસ્થાનમાં વરસતા વરસાદથી જ મોટાભાગના જળાશયોમાં પાણીની આવકમાં મહત્તમ સુધારો દેખાતો હોય છે.  જિલ્લાના મોટાભાગના જળાશયો હજુ પણ તેની પાણીની મહત્તમ સપાટીથી દૂર રહ્યાં છે. ટૂંકમાં હમણાં સુધી વરસેલા વરસાદને કારણે પાણીની જે આવક થઈ તેનાથી પાણીનું ચિત્ર સુધારા ઉપર આવ્યું છે.

(6:00 pm IST)