Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વડોદરાના સનફાર્મા રોડ નજીક સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરતા આધેડને ટ્રેલરના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

વડોદરા: શહેરનાસનફાર્મા રોડ પર આવેલા બંગલામાં સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરતા આધેડ સાયકલ લઇને નોકરીથી છૂટીને ઘરે જતા હતા.તે દરમિયાન એક ટ્રેલરના ચાલકે તેમને  ટક્કર મારતા તેમને માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજ્યું છે.

અટલાદરા રામનગરમાં રહેતા ઇશ્વરભાઇ પટેલ સનફાર્મા રોડ પર  એક બંગલામાં સિક્યુરિટી જવાન તરીકે ફરજ બજાવે છે.તા.૨૭ મી એ સવારે તેઓ  નોકરી  પર  ગયા હતા.અને સાંજે છૂટીને સાયકલ લઇને ઘરે આવતા હતા.તે દરમિયાન એક ટ્રેલર ચાલકે ટક્કર મારતા તોતિંગ  પૈંડા તેમના શરીર પર ફરી વળતા તેઓને કમરની જમણી બાજુ ગંભીર ઇજા થઇ  હતી.ઇજાગ્રસ્ત સિક્યુરિટી જવાનનું ટૂંકી સારવાર બાદ મોત થયુ છે.પોલીસે આ અંગે ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:05 pm IST)