Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વડોદરાના:હાથીખાનામાં મોડીરાત્રે એકજ કોમના બે જૂથ વચ્ચે જુના ઝઘડાની અદાવતમાં મારામારી થતા આંઠ શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: હાથીખાનામાં ગત મોડીરાતે એક જ કોમના બે જૂથ વચ્ચે જૂના ઝઘડાની અદાવતે  મારામારી થઇ હતી.હથિયારો વડે સામસામે થયેલા હુમલામાં બે મહિલા સહિત આઠ વ્યક્તિઓને ઇજા થઇ  હતી.

ફતેપુરા રાવત શેરીમાં રહેતો મહંમદ ઉર્ફે બાબા તારીકભાઇ શેખ ઘરની નીચે મોડર્ન ફાઇલ વર્ક્સ નામનું કારખાનુ ચલાવે છે.તેણે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,એક મહિના પહેલા હાથીખાનામાં રહેતો અરબાઝ સૈયદ મારા ઘર પાસેથી સ્પીડમાં બાઇક લઇને જતો હોય તે બાબતે તેની સાથે ઝઘડો થયો હતો.ગત તા.૨૬ મી તારીખે રાતે સવા અગિયાર વાગ્યે અરબાઝ ફરીથી પોતાની બાઇક લઇને ફૂલ સ્પીડમાં નીકળ્યો હતો.જેથી,મેં તેને અટકાવતા તેની સાથે મોઇન શેખ (રહે.હાથીખાના ) પણ હતો.મારે મોઇન સાથે પણ બોલાચાલી થઇ હતી.

ત્યારબાદ ગઇકાલે મારા મિત્ર સલમાન પઠાણ (રહે.નાગરવાડા ) ની બર્થડે હોય તે  અને અન્ય મિત્રો બહાર જમવા જવા મને બોલાવવા આવ્યા હતા.હાથીખાના સરકારી સ્કૂલની બાજુમાં એઝાઝ ભાઇની ચાઇનીઝની લારી પર અમે જમવા આવ્યા હતા.લારીની સામે સોહેલ ખાન,મોઇન શેખ,તથા અયાન રાઠોડ બેઠા હતા.તે દરમિયાન અરબાઝનો ભાઇ અબરાર સૈયદ આવ્યો હતો.અને તે મારી સાથે વાતચીત કરતો હતો.અરબાઝે એકદમ આવીને મારૃં શર્ટ ફાડી નાંખ્યુ હતું.હું મારા ઘરે જતો રહ્યો હતો.થોડીવાર પછી અરબાઝના કાકા સાકીર સૈયદે આવીને સમાધાન કરવા માટે મને બોલાવતા  હું અને મારા મિત્રો ફરીથી એઝાઝ ભાઇની ચાઇનીઝની લારી પર ગયા હતા.લારી પાસે તાહીર સૈયદ ,સમીર સૈયદ અને અબરાર લોખંડના  પાઇપ સાથે ઉભા હતા.અરબાઝ પટ્ટો લઇને ,અયાન રાઠોડ પાસે પ્લાસ્ટિકની પાઇપ હતી.ત્યાં રઉફ લંગડો,તેનો દિકલો ગોટુ,અને અબરાર સૈયદના પપ્પા કરીમભાઇ હતા.અમે પહોંચતા જ તમામે અમારા પર અચાનક હુમલો કરી કર્યો હતો.આ હુમલામાં મને ,મારા મિત્ર હન્નાન  દૂધવાલાને,મારા કાકા ફહીમને,બહેન સરમીનને,મારી મમ્મીને છાતીના ભાગે,મિત્ર રિયાઝને માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી.મને માથામાં લોખંડની  પાઇપ મારતા હું નીચે  પડી ગયો હતો.

(6:06 pm IST)