Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કરજણ ડેમના 9 દરવાજા ખોલી 1.54 લાખ ક્યુસેક પાણી છોડાયું : નીચાંણ વિસ્તાર વાળા 5 ગામો એલર્ટ

જળાશયમાંથી સરેરાશ 350 ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહના જાવકથી પ્રતિદિન 72 હજાર યુનિટનું વિજ ઉત્પાદન

નર્મદા જિલ્લામાં જીતગઢ ગામ નજીક આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં 95 ટકાથી વધુ વરસાદ નોંધાયેલ છે, જેથી 29 મી સપ્ટેમ્બરે સવારે 7 વાગે કરજણ જળાશયની સપાટી 115.30 મીટર નોંધાઇ હતી.કરજણ જળાશયમાંથી અંદાજે 1.61 લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે 9 ગેટ 3 મીટર ઉંચા ખોલીને 1.54 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ 29 મી સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાની સ્થિતિએ કરજણ જળાશયની સપાટી 115.30 મીટર છે જ્યારે જળાશયમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 97.28 ટકા, પાણીની આવક 21,418 ક્યુસેક અને રેડીયલ ગેટ નંબર 2,4,6 અને 8 એમ કુલ 4 ગેટ 1.4 મીટર ખુલ્લા રાખીને કરજણ જળાશયમાંથી 31,568 ક્યુસેક તેમજ હાઇડ્રોપાવર સ્ટેશનથી 350 ક્યુસેક સહિત કુલ 31,918 ક્યુસેક પાણીનું રૂલ લેવલ 114.95 મીટર જાળવવા સારૂ છોડવામાં આવી રહેલ છે.

(6:16 pm IST)