Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજ્યના મંત્રીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી મંત્રી/ સહ પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ

દરેક જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને તેના પર ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તે માટે રાજય સરકાર દ્વારા સોંપાઈ જવાબદારી : જીતુભાઇ વાઘાણીને રાજકોટ, રાઘવજીભાઈ પટેલને પોરબંદર,કિરીટસિંહ રાણાને ભાવનગર,બ્રિજેશભાઈ મેરજાને જામનગર અને દેવભૂમિ દ્વારકા,અરવિંદભાઈ રૈયાણીને જૂનાગઢ -ગીર સોમનથ,કીર્તિસિંહ વાઘેલાને કચ્છ, આર.સી ,મકવાણાને અમરેલી અને વિનોદભાઈ મોરડિયાને બોટાદ અને દેવાભાઇ માંલામને સુરેન્દ્રનગર અને મોરબીની જવાબદારી

અમદાવાદ : રાજય સરકારના દરેક જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને તેના પર ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તે માટે રાજય સરકાર દ્વારા.મંત્રીઓને કામગીરી સોંપવામાં આવે છે. નવા મંત્રી મંડળની રચના પહેલાં જિલ્લા પ્રભારી મંત્રી/સહ પ્રભારી મંત્રી તરીકે કામગીરી સોંપવામાં આવેલ હતી.

 રાજયમાં નવા મંત્રીઓ અને માન.રાજયકક્ષાના મંત્રી તરીકે હવાલો સંભાળેલ છે. આ નવા મંત્રીઓને પ્રભારી મંત્રી/સહપ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવાની બાબત વિચારણામાં હતી.. આથી માન.મંત્રી/.રા.ક.મંત્રીઓને નીચે મુજબનાં જિલ્લાઓની કામગીરી સંભાળવાની રહેશે.

(6:59 pm IST)